Devbhoomi dwarka : 7 દિવસના મેગા ડિમોલિશન બાદ જનજીવન થયું સામાન્ય, ફેરી બોટ સેવા થઈ શરૂ, ઇદના જૂલૂસને અપાઈ મંજૂરી

|

Oct 09, 2022 | 8:25 AM

મેગા ડિમોલિશન દ્વારા અત્યાર સુધીમાં બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયા કિનારે ગેરકાયદે બાંધકામની કામગીરૂી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા બેટ દ્વારકામાં ઈદના તહેવારમાં જુલૂસ કાઢવા મંજૂરી અપાઈ છે

Devbhoomi dwarka : 7 દિવસના મેગા ડિમોલિશન બાદ જનજીવન થયું સામાન્ય,  ફેરી બોટ સેવા થઈ શરૂ,  ઇદના જૂલૂસને અપાઈ મંજૂરી
બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થતા ઇદ નિમિત્તે ફરીથી શરૂ કરવામાં આવી ફેરી બોટ સેવા

Follow us on

બેટ દ્વારકામાં  (Bet Dwarka) છેલ્લા સાત દિવસથી સતત મેગા ડિમોલિશનની  (Mega demolition) કામગીરી ચાલી રહી હતી અને તેના પગલે ફેરી બોટ સેવા બંધ હતી. ત્યારે આ કામગીરી ગત રોજ પૂર્ણ થતા બેટ દ્વારકામાં જનજીવન સામાન્ય થયું છે તેમજ છેલ્લા 7 દિવસથી બંધ ફેરી બોટ સેવા પણ  ઇદના તહેવાર નિમિતે ફરીથી  શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરવામાં આવ્યું છે અને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આજે ઇદના તહેવાર નિમિતે ફેરી બોટ સેવા  પણ   ફરીથી શરૂ કરવામાં આવી છે.

 

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ઇદના તહેવાર નિમિત્તે જૂલૂસ કાઢવાની પરવાનગી

દરિયા કિનારે ગેરકાયદે બાંધકામની કામગીરૂી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા બેટ દ્વારકામાં ઈદના તહેવારમાં જુલસ કાઢવા મંજૂરી અપાઈ છે. જોકે હાલમાં બેટ દ્વારકામાં હજૂ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.  ઇદના જુલુસની તૈયારીઓ અંગે મુસ્લિમ આગેવાનો સાથે પોલીસ (Dwarka police) તંત્રએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં ઇદનું (Eid) જુલુસ ત્રણ રૂટ પર કાઢવા અંગે નિર્ણય લેવાયો છે. તો ડિમોલિશન કામગીરીને કારણે ફેરી બોટ સર્વિસ (Boat service) બંધ હોવાથી તેને ફરીથી શરૂ કરવા અંગે મુસ્લિમ આગેવાનોએ માગ કરી હતી. જેને પગલે તંત્રએ મુસ્લિમ આગેવાનોની આ માગ પણ સ્વીકારી લીધી છે અને ફેરી બોટ સેવા પુનછ શરૂ કરવામાં આવી છે.

મેગા ડિમોલેશન માટે બનાવ્યો હતો માસ્ટર પ્લાન

દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ છેલ્લા સાત દિવસથી દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દુર કરવામાં આવી રહ્યા છે. એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે કોમર્શિયલ, રેસિડન્સ અને વિવાદી સ્થળોને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે આ કામગીરી કરતા પહેલા પોલીસ સામે મોટો પડકાર હતો. રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો અને અચાનક જ આ કામગીરી શરૂ કરવામાં આવી.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ મનિષ જોશી, દેવભૂમિ દ્વારકા ટીવી9

Published On - 8:24 am, Sun, 9 October 22

Next Article