Devbhoomi Dwarka : નાના ગામનો અનોખો પ્રયાસ, શેરી શિક્ષણ થકી બાળકોને શિક્ષણ અપાય છે

|

Aug 06, 2021 | 4:50 PM

દેવભૂમી દ્વારકાના ધીણકી ગામમાં બાળકોના શિક્ષણને અસર ન પહોંચે તે માટે શિક્ષકો અને વાલીઓ મળીને અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. અહીં બાળકોને ખુલ્લા આકાશ નીચે વાલીઓની સંમતીથી શેરી શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

Devbhoomi Dwarka : કોરોનાકાળને કારણે ઓફલાઈન શિક્ષણ બંધ હતું. જેથી બાળકોના અભ્યાસમાં માઠી અસર પહોંચી હતી. ત્યારે દેવભૂમી દ્વારકાના ધીણકી ગામમાં બાળકોના શિક્ષણને અસર ન પહોંચે તે માટે શિક્ષકો અને વાલીઓ મળીને અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. અહીં બાળકોને ખુલ્લા આકાશ નીચે વાલીઓની સંમતીથી શેરી શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

ધોરણ 9થી 12નું શિક્ષણ શરૂ થઈ ગયું છે. પરંતુ 1થી 8 ધોરણનું શિક્ષણ હજુ પણ ઓનલાઈન ચાલી રહ્યું છે. ત્યારે શિક્ષક કુલ 135 વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન મુજબ શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહે નહીં.

 

Next Video