Devbhoomi Dwarka : શ્રાવણિયા સોમવારે ભક્તોની ભીડ, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું

|

Aug 09, 2021 | 5:52 PM

યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમીના અંતરે આવેલ દારૂકાવન નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અનાદીકાળથી પ્રકાશે છે. હાલ શ્રાવણમાસની શરુઆત થતા જ પ્રથમ દિવસે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠયું છે.

Devbhoomi Dwarka : યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમીના અંતરે આવેલ દારૂકાવન નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અનાદીકાળથી પ્રકાશે છે. હાલ શ્રાવણમાસની શરુઆત થતા જ પ્રથમ દિવસે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠયું છે. દ્વારકાધીશના દર્શને આવતા યાત્રિકો સાથે સાથે દારુકાવન નાગેશ્વર જયોતિલીંગના દર્શનાર્થે આવી રહ્યા છે. જેથી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે. પરંતુ કોરોના મહામારીને કારણે નાગેશ્વર મંદિરના સેવાધીશો દ્વારા પરીસરમાં સોશિયલ ડીસ્ટન્ટ જાળવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ભક્તોને સેનેટાઇઝ કરવા અને માસ્ક પહેરીને મંદિરના પરીસરમાં પ્રવેશ આપવા માટેની સુચના પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દારુકાવન નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આરતી સમયે ભક્તોને પ્રવેશવા દેવામાં નહી. અને ભાવિકો માટે મંદિર સવારે છ વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

 

Published On - 5:51 pm, Mon, 9 August 21

Next Video