Devbhoomi Dwarka: વરસાદને પગલે વધુ 2 ડેમ થયા ઓવરફ્લો, પ્રાચી તીર્થ જળબંબાકાર

|

Sep 17, 2022 | 1:00 PM

સામોર ગામમાં આવેલ વચકુ અને સામોરીયો ડેમ ઓવરફ્લો થયો છે. બંને ડેમમાં નવા નીર આવતા સ્થાનિકોને ફાયદો થશે. વચકુ ડેમ દસ વર્ષમાં ત્રીજી વખત થયો ઓવરફલો  (Damover flow) થયો છે. તથા સામોરીયો ડેમ ચાલુ સિઝનમાં ચોથી વાર ઓવરફલો થયો છે.

Devbhoomi Dwarka: વરસાદને પગલે વધુ 2 ડેમ થયા ઓવરફ્લો, પ્રાચી તીર્થ જળબંબાકાર
ખંભાળિયામાં સમોર ડેમ છલકાયો

Follow us on

દેવભૂમિદ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં સતત વરસાદને પગલે વધુ બે ડેમ ઓવરફ્લો થયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના  (khambhaliya)  સામોર ગામમાં આવેલ વચકુ અને સામોરીયો ડેમ ઓવરફ્લો થયો છે. બંને ડેમમાં નવા નીર આવતા સ્થાનિકોને ફાયદો થશે. વચકુ ડેમ દસ વર્ષમાં ત્રીજી વખત  ઓવરફલો (Damover flow) થયો છે તથા સામોરીયો ડેમ ચાલુ સિઝનમાં ચોથી વાર ઓવરફલો થયો છે.

અઠવાડિયાથી છવાયો છે વરસાદી માહોલ

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ખંભાળિયા પંથકમાં  પણ એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો જેના કારણે અનેક નદી (River) નાળાઓ છલકાયા છે. સલાયાથી ગોઈંજ ગામને જોડતા મુખ્યમાર્ગ પર સ્થાનિક નદીના પાણી ફરી વળ્યા છે.

ચાલુ વર્ષે 130 ટકા જેટલો વરસાદ નોંધાયો

બીજી તરફ ગોઈંજ ગામ નજીક આવેલા મુખ્ય કોઝવે- પર ભારે પાણીનો પ્રવાહ પહોંચતા આસપાસના અન્ય 7 જેટલા ગામને સીધી અસર થઈ છે. કોઝવે- પર પાણી ફરી વળતા સ્થાનિક અને આસપાસના ગામોના લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ હાલ કોઝ-વે પર પાકા પુલનું નિર્માણ કાર્ય થાય અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકાર (Gujarat govt) પાસે માગ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો (Monsoon)  130 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે ખંભાળિયા તાલુકામાં 160 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ પાણીમાં ગરક

આ વખતે વરસાદના વધુ એક રાઉન્ડમાં ગીરસોમનાથના પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય મંદિર પાણીથી જળબંબાકાર થઈ ગયું હતું. સરસ્વતી નદીમાં  ઉપરવાસના વરસાદ તથા ગીર સોમનાથમાં વરસાદને પગલે ભારે પૂર આવ્યું હતું અને તેના કારણે ફરી એક વાર માધવરાય મંદિરનું પરિસર પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું.

 

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદને પગલે જિલ્લાની અનેક નદીએ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થમાં આવેલી સરસ્વતિ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીમાં પૂરને કારમે પ્રાચી તીર્થમાં આવેલ માધવરાયનું મંદિર પણ પાણીમાં જળમગ્ન બન્યુ છે. માધવરાયનું સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. ચોતરફથી જળમગ્ન બનેલા માધવરાય ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી છે.

જો કે દર ચોમાસામાં માધવરાયનું મંદિર આ રીતે જળમગ્ન બને છે. જિલ્લામાં ભારે વરસાદ થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીરમાં ભારે વરસાદ બાદ ખેતરો (Farm) બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. સમગ્ર પાક બળી ગયો છે. ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો (Farmers)ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ફરી વળતા મગફળી, સોયાબિન, કપાસ, પશુઓનો ઘાસચારો, સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

Next Article