Devbhoomi dwarka: રૂક્ષ્મણી મંદિર પાસે 13 દેશના પતંગબાજોએ બતાવ્યા પતંગના કરતબ

|

Jan 11, 2023 | 2:43 PM

દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 શરૂ થયો હતો. તેમા જીલ્લા વહીવટી અધિકારીઓ તેમજ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશથી આવતા પતંગ બાજો પોતાના કરબત સુંદર રંગ બેરંગી પતંગોથી આકાશને રંગીન બનાવી દીધું હતું.

Devbhoomi dwarka: રૂક્ષ્મણી મંદિર પાસે 13 દેશના પતંગબાજોએ બતાવ્યા પતંગના કરતબ
Dwarka patgotsav

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂક્ષ્મણી મંદિર પાસે પંતગોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 13 જેટલા દેશના પ્રતિનિધિ અને 6 રાજ્યોના પતંગબાજ આ ઉત્સવમાં સામેલ થયા હતા. પતંગોત્સવ દરમિયાન એવા દ્રશ્યો સર્જાયા હતા કે જાણે આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી રચાઈ ગઈ હતી. પંતગોત્સવમાં ઉતરાખંડ અને પંજાબ સહિતના પ્રતિનિધી આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોચ્યા હતા.

દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 શરૂ થયો હતો. તેમા જીલ્લા વહીવટી અધિકારીઓ તેમજ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશથી આવતા પતંગ બાજો પોતાના કરબત સુંદર રંગ બેરંગી પતંગોથી આકાશને રંગીન બનાવી દીધું હતું. દેશ વિદેશથી આવતા પતંગબાજોને નિહાળવા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જેમા પતંગબાજો સાથે સેલ્ફી લેવા લોકો તેમજ સ્કૂલના બાળકો પણ આ પતંગ મહોત્સવને માણવા આવ્યા હતા.

મહેસાણામાં પણ ઉજવાયો પંતગોત્સવ

ઐતિહાસિક નગરી વડનગરમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો..ઐતિહાસિક નગરી વડનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિમાં પતંગ મહોત્સવને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો..ઐતિહાસિકનગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ, પતંગ-દોરીના સ્ટોલ્સ,સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજાર, ખાણી-પાણીના સ્ટોલ સહિતના આર્કષણો બન્યા હતા

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

તો   બીજી તરફ  દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં પણ વિવિધ પતંગબાજો સામેલ થયા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉજવાયો પંતગોત્સવ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર ખાતે દેશ-વિદેશના પતંગબાજો ની હાજરી માં આજે જી-20ની થીમ સાથે ભવ્ય પતંગોત્સવ યોજાયો હતો.  કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરી એક વખત ગુજરાતના અન્ય શહેરો ની જેમજ સ્ટેચ્યૂઓફ યુનિટી ખાતે સરદાર સાહેબ ના સહુથી મોટા સ્ટેચ્યુ ના સાનીધ્યમાં માં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂથયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા જી-20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે આવ્યા છે , જેની શરૂઆત સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખબેન દ્વારા કરવામાં આવી,જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થયા છે.આ વર્ષે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળી રહી છે .

Next Article