Cyclone Biporjoy: વાવાઝોડામાં કોઈપણ આપદાને પહોંચી વળવા આર્મીના જવાન સજ્જ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આર્મીની તૈયારી અંગે કરી સમીક્ષા

|

Jun 15, 2023 | 7:16 AM

જામનગર આર્મી કેમ્પ ખાતેથી 78 આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચ્યા હતા. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.

Cyclone Biporjoy: વાવાઝોડામાં કોઈપણ આપદાને પહોંચી વળવા આર્મીના જવાન સજ્જ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આર્મીની તૈયારી અંગે કરી સમીક્ષા
Cyclone Biporjoy Home Minister Harsh Sanghvi reviewed the Armys preparedness regarding

Follow us on

Cyclone Biporjoy : બિપરજોય વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત છે. તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો : Cyclone Biporjoy: દ્વારકા મંદિરમાં સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પરસોત્તમ રૂપાલાએ કરાવી પૂજા, જુઓ VIDEO

બિપરજોય વાવઝોડામાં ઓછામાં ઓછા રેસ્ક્યુ કરવા પડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આર્મીના જવાનો કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આવી દરેક વિપદાની વેળા તેઓ સેવા કાજે સૌથી આગળ ઊભા રહ્યા છે. વધુમાં મંત્રીએ આર્મીના જવાનોને મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈને તમામ જવાનોને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મહત્વનું છે કે, બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના આર્મી કેમ્પથી સ્પેશિયલ આર્મી ટીમ દેવભૂમિ દ્વારકા ખાતે બોલાવવામાં આવી છે. આર્મીના 78 જેટલા જવાનો 13 વાહનો સાથે દ્વારકા ખાતે પહોંચી ગયા છે. આર્મી જવાનો લાઈફ જેકેટ, ટ્રી કટર, રિકવરી વ્હીકલ, એમ્બ્યુલન્સ, રાશન કીટ સહિતની સામગ્રીઓ સાથે તૈયાર છે.

CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 164 ગામોનો કર્યો સીધો સંપર્ક

તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયાકિનારાના ગામડાઓ સાથે સીધો સંપર્ક કરી સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચો સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપી. સાથે જ સીએમે અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી.

 

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:54 am, Thu, 15 June 23

Next Article