Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

|

May 06, 2023 | 12:59 PM

Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા અકસ્માત સર્જાયો હતો.

Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી ખાબક્તા ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામ નજીક છકડો રિક્ષામાં જતા સમયે પર રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમા ત્રણ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અનેકવખત માલવાહક રિક્ષામાં પેસેન્જર ભરતા હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ઘટનાને પગલે ભાણવડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે. જ્યારે તમામ 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમા વધુ ગંભીર ઈજાગ્રસ્તોને જામનગર અને સામાન્ય ઈજા પામેલા ઈજાગ્રસ્તોને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Dahod : ટ્રેકટરને ઓવરટેક કરતા કાર-છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત, જુઓ Video

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાથી અકસ્માત થયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે રિક્ષા ઓવરલોડ હતી કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા છે. મૃતકોની ઓળખ કરી તેમના સ્વજનોને જાણ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 12:36 pm, Sat, 6 May 23

Next Article