બોલિવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શન કર્યાં, પૂજા અર્ચના પણ કરી

|

Mar 31, 2022 | 8:29 AM

વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે.

બોલિવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શન કર્યાં, પૂજા અર્ચના પણ કરી
Bollywood actress Sara Ali Khan visited Dwarkadhish and also worshiped

Follow us on

બોલિવુડ (bollywood) ની અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)  દ્વારકાધીશ (Dwarkadhish) ના દર્શને પહોંચી હતી. જ્યાં તેણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મોરબી (Morbi) જિલ્લાના વાંકાનેર પેલેસમાં ફિલ્મ (Film) ગેસલાઇટનું શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન મોરબીમાં રોકાઈ છે. જેને લઇને તે વાંકાનેર અને મોરબી વચ્ચે આવન-જાવન કરતા રહે છે. ત્યારે આજે સારા અલી ખાન દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. ગળામાં ખેસ પહેરીને મંદિરમાં જતા નજરે પડી હતી. અહીં દર્શન માટે પહોંચીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે દેવસ્થાન સમિતીની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. દ્વારકાથી તે નાગેશ્વર મંદિરે જવા નીકળી જ્યાં પણ તે પૂજા અર્ચના કરશે.

વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની આસપાસ ફરતા રહે છે. જેમાં અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. તે દ્વારકાની આસપાસના અન્ય સ્થળોની પણ મુલાકાતેપણ પહોંચી હતી.

જોકે આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં પણ  આ ટીમ શૂટિંગ માટે મોરબી આવી હતી. ત્યારે મોરબી આવી ચુકેલા સારા અલીખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો. પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે સારા અલી ખાને ચાંદલો કરાવ્યા વગર જ ગળામાં હાર પણ પહેર્યા વગર ચાલતી પકડી હતી. એક સમયે હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


આ પણ વાંચોઃ 31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે

આ પણ વાંચોઃ Bhavnagar: વન રક્ષક પેપર લીક કાંડમાં પાલિતાણાના ટ્યૂશન સંચાલકની કબુલાત, પરીક્ષા આપી રહેલા ઉમેદવાર માટે ફોટા મોકલ્યા હતા

Next Article