અલકાયદાની ધમકીને પગલે ગુજરાત હાઈ એલર્ટ પર, દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પોલીસ ખડેપગે

|

Jun 12, 2022 | 9:09 AM

આતંકવાદી હુમલાની દહેશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા એન્ટ્રી કરતા વાહનોનું (Vehicle) ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અલકાયદાની ધમકીને પગલે ગુજરાત હાઈ એલર્ટ પર, દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પોલીસ ખડેપગે
Alert in Gujarat over threats from Al-Qaed

Follow us on

આંતકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત (Gujarat Police) હાઈ એલર્ટ પર હોઈ ત્યારે દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની (Dwarka Temple)  સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લો કે જે ત્રણ તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોવાથી જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવ્યુ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય ત્યારે સુરક્ષાની (Safety) દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.

 

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા એન્ટ્રી કરતા વાહનોનું(Vehicle)  ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડ વાળી જગ્યામાં પોલીસ(Police)  દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. દ્વારકા મંદિર આવતા તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.આ સાથે વાહનોનું (Vehicle) પણ સઘન ચોકિંગ કરવામાં આવી રહ્યું છે.

Next Article