Banaskantha: ઓમિક્રોનની આફત વચ્ચે તંત્રની ઘોર બેદરકારી, નથી થઈ રહ્યું કોરોના ગાઈડલાઈનનું પાલન

|

Dec 06, 2021 | 9:40 AM

Banaskantha: રાજસ્થાનમાં કોરોના વાયરસના વધતા કેસ હોવા છતાં, જાહેર સ્થાનો પર લોકો કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

Banaskantha: રાજસ્થાનમાં (Rajasthan) કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો (Omicron) વિસ્ફોટ થયો છે. આવામાં રાજસ્થાનથી ગુજરાતમાં આવતા લોકોનું ચેકિંગ કડક કરવું પણ જરૂરી બન્યું છે. તેમ છેટા બનાસકાંઠામાં તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકારી તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે જાહેરસ્થળો પર કોરોના ગાઈડલાઈનનું સહેજ પણ પાલન નથી થતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

જાહેર છે કે બનાસકાંઠામાં રાજસ્થાનથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. ત્યારે બસ સ્ટેન્ડ પર મુસાફરો અને તંત્ર બેદરકાર જોવા મળ્યા છે. રાજસ્થાન તેમજ રાજ્યભરમાંથી આવતી બસમાં મુસાફરો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો જોવા મળ્યા છે.

જણાવી દઈએ કે રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના નવ કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું છે, આ ચારેયને RUHSમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ નવા કેસ સાથે, હવે દેશમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 21 પર પહોંચી ગઈ છે.

 

આ પણ વાંચો: સુરતમાં સંકટ: ઓમિક્રોનની આફત વચ્ચે એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

આ પણ વાંચો: ચિંતાજનક: બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત

Next Video