અમદાવાદમાં અનેક લોકોના ગુમ થવાની રોજ ફરિયાદ થાય છે. જે પરિવારને પોતાનું ગુમ થયેલ બાળક કે સ્વજન મળી જાય તો જે આનંદ અને ખુશી સાથે આશીર્વાદની વર્ષા પોલીસ કર્મચારી પર થતી હોય છે. તેવા જ આશીર્વાદ બોપલ પોલીસના અધિકારી ને મળી રહ્યા છે. કારણ કે પોલીસે બોપલમાં 35 વર્ષીય રાધિકા ચોપરા નામની મહિલાના ગુમ થઇ હતી. જેને ગણતરીના કલાકોમાં શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યુ છે. વાત કઈક એવી છે કે રાધિકા ચોપરા નામની મહિલા 31 ઓક્ટોબરના રોજ મોરનિગ વોક કરવા ઘરેથી નીકળ્યા. પરંતુ ઘરે પરત નહિ ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી. આ મહિલા મોબાઈલ પણ ઘરે મૂકીને ગઈ હતી. જેથી પોલીસ માટે લોકેશન શોધવું અઘરું હતું.. પરંતુ પોલીસને રાધિકાના મોબાઈલમાં જ એક કડી મળી અને પોલીસે રાધિકાને શોધીને પરિવારને સોંપી.
રાધિકા ચોપરા પરણિત છે અને 5 વર્ષની દીકરી છે. કોરોનામાં રાધિકાએ પોતાના માતા પિતાને ગુમાવી દીધા હતા. જેથી તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. અને કહેતી હતી કે હું આ ઘરમાં રહેવા લાયક નથી. હું કોઈ લાયક નથી. આ ડિપ્રેશનમાં રાધિકાએ ઘર છોડ્યું. પોલીસે મહિલાને શોધવા જુદી જુદી ટિમો બનાવી. સોસાયટી ના CCTV ચેક કર્યા. પરંતુ ઘરેથી નીકળતા તે સીસીટીવીમાં દેખાયા નહિ.જેથી મહિલા ખુદ ઘર છોડયું હોય તે સ્પષ્ટ થયું. પોલીસને મહિલાએ આપઘાત કર્યો હોવાની શક્યતા પણ લાગી.
જેથી જુદી જુદી ટીમોએ કેનાલમાં તપાસ કરી. પરંતુ કોઈ માહિતી નહિ મળી. આ દરમ્યાન રાધિકાને શોધવાની કડી તેના મોબાઈલ ફોનમાં છુપાવી. પોલીસે મોબાઈલ સર્ચ કરતા રાધિકાએ સેલ્ટર હોમ નું સર્ચ અનેક વખત કર્યું. અને સાથે સુરત ની ST બસનું પણ સર્ચ કર્યું. જેથી પોલીસે સુરતમાં કોઈ સેલ્ટર હોમ છે કે નહીં તેની તપાસ કરતા પોલીસ સેલ્ટર હોમમાં પહોંચી અને ત્યાં પોલીસને રાધિકા મળી. મહિલા મળી આવતા તેનો પરિવાર જેટલો ખુશ હતો. તેનાથી વધુ પોલીસ વધુ સંતુષ્ટ જોવા મળી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાધિકાને શોધીને 5 વર્ષની દીકરીને માતા સાથે મિલન કરાવીને દિવાળીની ભેટ આપી. આ પરિવાર પોલીસનો આભાર માની રહ્યો છે. ત્યારે અનેક એવા પરિવાર હજુ પોતાના વહાલસોયાની રાહ જોઈ રહ્યા છે. અને તેમના ઘર હજુ પણ તેમની વગર સુના છે. ત્યારે આ પરિવારને પણ પોતાનું ગુમ બાળક કે સ્વજન પાછું મળે તેવી આશા છે.