પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા માગ, શું છે પોલીસકર્મીઓની માંગણી?

|

Oct 26, 2021 | 6:08 PM

ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે.

ગુજરાત પોલીસમાં ગ્રે પે વધારવા માટેનું આંદોલન વધુ વેગવંતુ બન્યું છે. ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. ગ્રેડ પે વધારાના મામલે પોલીસ પરિવાર ગાંધીનગરમાં રોડ પર આવ્યા છે. સત્યાગ્રહ છાવણી પર પોલીસ પરીવાર ધરણા પર બેઠા છે. અન્ય કર્મચારીની સાપેક્ષમાં પોલીસ કોન્સ્ટેબલના પગારધોરણ ઓછા હોવાની રાવ સાથે પોલીસ પરીવારે વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખાતરી આપી કે આ મામલે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ કરાશે. તો આ મુદ્દે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો અને પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસાઇ જવાનોનો ગ્રેડ પે સુધારવા રજૂઆત કરી.

નોંધનીય છેકે આ મામલે ગૃહવિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે. જેમાં ગૃહપ્રધાન સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. ત્યારે આ મુદ્દે શું નિવેડો આવે છે તેના પર સૌકોઇની નજર રહેશે.

શું છે પોલીસકર્મીઓની માંગણી?
પોલીસ કર્મીઓએ ‘ગ્રેડ પે”માં વધારો કરવા કરી માગ
પોલીસ કોન્સ્ટેબલને 2800 ગ્રેડ પે આપવા માગ
હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200 ગ્રેડ પે આપવા માગ
કોન્સ્ટેબલ અને એએસઆઇ કક્ષાના પોલીસ કર્મીઓના ફરજોના કલાકો નક્કી કરવા માગ
અન્ય કામદારોની જેમ પોલીસના યુનિયનને પણ માન્યતા આપવી
હકની લડાઈ માટે કોઈ રોક-ટોક કરવા માગ

Next Video