આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની ડિમાન્ડ વધી, ગુજરાતમાં કોલસાથી ચાલતા 7 પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ

|

Oct 07, 2021 | 4:44 PM

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 4 દિવસ ચાલે તેટલો કોલસાનો જથ્થો છે. કોલસાની માગમાં વધારો થયો છે. પરંતુ તેની સામે તેનું ઉત્પાદન અને આયાત થતી નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે.

વિશ્વભરમાં કોલસના માંગમાં વધારો થયો છે. કોલસાની અછત ચો તરફ વર્તાઈ રહી છે. ત્યારે આ અછતથી ભારત અને ગુજરાત પણ બચ્યું નથી. ગુજરાતમાં પણ કોલસાની અછત જોવા મળી રહી છે. એક અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોલસાની અછતને પગલે કોલસાથી ચાલતા 7 પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગરના ત્રણ પાવર પ્લાન્ટનું 630 મેગાવોટ, સિક્કા-3 અને સિક્કા-4 વીજમથકનું 500 મેગાવોટ, વણાકબોરીના આઠમાંથી 4 પ્લાન્ટનું 840 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે.

નાણા અને ઉર્જાપ્રધાન કનુ દેસાઈએ પણ કોલસાની અછતની વાત સ્વીકારી છે. કનુ દેસાઈના કહેવા પ્રમાણે કોલસાની અછત વિશ્વભરમાં જોવા મળી રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. સરકાર હાલ કોલસાની અછતને પહોંચી વળવા વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 4 દિવસ ચાલે તેટલો કોલસાનો જથ્થો છે. કોલસાની માગમાં વધારો થયો છે. પરંતુ તેની સામે તેનું ઉત્પાદન અને આયાત થતી નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે.

ત્યારે કોલસાના ભાવ શા માટે વધ્યા છે અને તેની અસર દુનિયાભરમાં શા માટે જોવા મળી છે તે જાણવા ટીવી નાઈનની ટીમ કોલસાના ડીલર પાસે પહોંચી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે, કોલસાની અછત એકાએક દુનિયાભરમાં કયા કારણોસર જોવા મળી રહી છે. અને કોલસાની અછત ગુજરાતના ઉદ્યોગ અને વીજપૂરવઠાને કેટલી અસર કરશે. જુઓ આ વીડિયોમાં.

Published On - 4:43 pm, Thu, 7 October 21

Next Video