અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે વૅબપૉર્ટલ “આશિષ”નું લોકાર્પણ, હેલ્થ ઇમરજન્સી દરમિયાન દર્દીઓના મૃત્યુદર ઘટાડવાનો લક્ષ્યાંક

|

Oct 12, 2021 | 2:35 PM

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેબપોર્ટલ આશિષ વિકસાવવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય હેલ્થ ઈમરજન્સીમાં હાઈ રિસ્ક ગ્રુપના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવાનું લક્ષ્યાંક છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે વૅબપૉર્ટલ આશિષનું લોકાર્પણ, હેલ્થ ઇમરજન્સી દરમિયાન દર્દીઓના મૃત્યુદર ઘટાડવાનો લક્ષ્યાંક
Dedication of web portal "Ashish" by Ahmedabad District Collector

Follow us on

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેબપોર્ટલ આશિષ વિકસાવવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય હેલ્થ ઈમરજન્સીમાં હાઈ રિસ્ક ગ્રુપના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવાનું લક્ષ્યાંક છે. હેલ્થ ઈમરજન્સી અને અન્ય આફતોમાં હાઈ રિસ્ક ગ્રુપનું સુપરવિઝન અને મોનીટરિંગ સરળ બનશે. આ નવી વ્યવસ્થામાં ગ્રામ્ય સ્તરના સંપર્ક નંબરો અને સુવિધાઓની વિગતો હશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ આ વેબપોર્ટલનું લોકાર્પણ કર્યું છે.

આરોગ્ય-સ્વાસ્થય સેવાઓની માહિતીના એકત્રીકરણમાં ગુજરાતમાં અમદાવાદ જિલ્લો અવ્વલ

અમદાવાદ જિલ્લાની સ્વાસ્થ્ય સેવાઓનું “આશિષ” પોર્ટલ પર એકીકરણ: નાગરિકોને એક જ ક્લિક થી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓ સંબંધિત તમામ માહિતી

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વેબપોર્ટલ “આશિષ” વિકસાવ્યુ

હેલ્થ ઇમરજન્સીમાં હાઇરીસ્ક ગ્રુપના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આશિષ વેબપોર્ટલ : જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની સ્વાસ્થ્ય સંબંધિત નવતર પહેલના ભાગરૂપે “આશિષ” Ahmedabad approach to Strengthen Health Information System વેબપોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમા આરોગ્ય વિષયક સેવાઓ સંબંધિત આ પ્રકારનું વેબ પોર્ટલ વિકસાવવામાં પ્રથમ બન્યો છે.જિલ્લાની સ્વાસ્થય વિષયક સેવાઓનું એકીકરણ કરીને આ પોર્ટલમાં તમામ સેવાઓ સંલગ્ન માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા આશિષ વેબપોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ.“આશિષ” વેબપોર્ટલના લોન્ચીંગ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ આ પોર્ટલ હેલ્થ ઇમરજન્સીમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાઇ રીસ્ક ગૃપના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંકમાં પણ આ પોર્ટલ મદદરૂપ બનશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ.

આ પોર્ટલમાં અમદાવાદ જિલ્લાના પી.એચ.સી.(P.H.C.), સી.એચ.સી (C.H.C.), અન્ય તબીબી સેન્ટર, પ્રાથમીક, દ્વિતીય અને ટર્સરી કેર સેન્ટર સહિત આકસ્મિક સ્વાસ્થય સેવાઓના સંપર્ક નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય સ્તર થી લઇ તાલુકા અને જિલ્લા સ્તર સુધીના તમામ આરોગ્યકર્મીઓના ડેટા અને સંપર્ક નંબરનો આ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સમયાંતરે ગંભીર બિમારી સંદર્ભે જાહેર કરવામાં આવતા નોટીફાઇટ વિસ્તારની માહિતી પણ આ પોર્ટલ પર મૂકવામાં આવશે. જે કારણોસર તે વિસ્તારના વ્યવસ્થાપનમાં સરળતા રહેશે. આશિષ વેબપોર્ટલ હેલ્થ ઇમરજન્સી અને અન્ય આફતોમાં હાઇ રિસ્ક ગ્રુપનું સુપરવિઝન, કોમોર્બિડ દર્દીઓની દેખરેખને વધુ સરળ બનાવવામાં મદદરૂપ બનશે તેમ જિલ્લા કલેક્ટરે કહ્યું હતુ.

Published On - 1:03 pm, Tue, 12 October 21

Next Article