ડાંગ – ભરૂચ : માર્ગ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકોમાં જાગૃતિ કેળવી માર્ગ અકસ્માત તથા તેમાં થતાં મૃત્યુ દરને ઘટાડવા વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વિશ્વ સંભારણા દિન’ ઉજવવામાં આવે છે.
આ અવસરે 108 ઈમરજન્સી સેવા અને આરટીઓ વિભાગના સહયોગથી ભરૂચમાં ટોલનાકા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ડાંગમાં પણ શ્રદ્ધાંજલિ કર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આ વિશેષ દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ભરૂચ 108 ઈમરજન્સી સેવા તથા આરટીઓ વિભાગના સંકલન સાથે ભરૂચ ટોલનાકા પાસે એક શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં મૃત્યુ પામેલાઓને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સાથે એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ અવસરે 108 ઇમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સ ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કોઈપણ ઇજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી મદદ ન મળે ત્યાં સુધી કેવી રીતે એક સામાન્ય માણસ મદદ કરી શકે તે બાબતે એક ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સીપીઆરની ટ્રેનીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આરટીઓ વિભાગના કર્મચારીઓ 108 ના કર્મચારીઓ ભરૂચ ટોલનાકાના કર્મચારીઓ અને ટોલનાકામાંથી પસાર થતા વાહન ચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધાંજલિ અર્પી પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે સાવચેતી માટે આ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી
Published On - 7:41 am, Mon, 20 November 23