Rain Updates: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ, ડાંગના વાઘમાળમાં વીજળી પડવાથી એક મહિલાનું થયું મોત

|

Sep 09, 2022 | 9:45 PM

Rain Updates: રાજ્યના અનેક જિલ્લાઓમા છૂટા છવાયો વરસાદ પડ્યો છે. જેમા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમા રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામજોધપુર, વડોદરા, તાપી અને સુરતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

Rain Updates: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ, ડાંગના વાઘમાળમાં વીજળી પડવાથી એક મહિલાનું થયું મોત
છુટો છવાયો વરસાદ

Follow us on

રાજ્યમાં અનેક તાલુકાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જેમા સૌરાષ્ટ્રમાં રાજકોટ(Rajkot)માં જામનગર રોડ, 150 ફુટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં બે દિવસથી ફરી વરસાદની શરૂઆત થઈ છે. ગુરુવારે પણ અડધા કલાકમાં ધમધોકાર એક ઈંચ વરસાદ (Rain) ખાબકી ગયો હતો તો આજે પણ સાંજના સમયે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ તરફ પોરબંદર(Porbandar)માં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બે દિવસના ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

સીદસરમાં તોફાની પવનમાં ઉડી ગયો મંડપ

આ તરફ જામનગરમાં જામજોધપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમા સીદસરમાં તોફાની પવનમાં મંડપ પણ ધરાશાયી થયા હતા. જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી. તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક મોસમનો મિજાજ બદલાતા ભારે પવન ફુંકાયા હતા જેમા મંડપ ધરાશાયી થયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. કલ્યાણપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના કલ્યાણપુર, ભોગાત, હરીપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ ભોગાત ગામે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

વડોદરાના ડેસર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો પાંડુમેવાસમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. પાંડુ, ગેમલપુરી અને ડેસર માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ બાધિત થયો હતો.

આ તરફ તાપીના વ્યારા શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેમા સ્ટેશન રોડ, બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વાલોડ, ડોલવણ અને સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો લાંબા વિરામ બાદ સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જેમા ભાગળ ચોક, સ્ટેશન વિસ્તાર, પીપલોદ, અઠવાગેટ, વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેનાકારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ તરફ ડાંગમાં વાઘમાળ ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયુ છે. ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર અચાનક વીજળી પડતા મહિલાનું અકાળે મોત થયુ છે.

Published On - 9:42 pm, Fri, 9 September 22

Next Article