રોડ નહિ તો વોટ નહિ… ડાંગના લોકોએ સરકારને આપી ચીમકી, જાણો કારણ

|

Jul 02, 2022 | 9:05 AM

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બન્યાં છે. બરડીપાડા થી કાલીબેલ જતો રસ્તો ફક્ત 8 કિલોમીટરનો છે

ડાંગ(Dang) જિલ્લાના કાલીબેલ થી બરડીપાડા જતો રસ્તો બિસ્માર બનતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કાલીબેલ થી બરડીપાડા સુધીનો જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો બિસ્માર બની જતાં સ્થાનિકોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે રોડ નહિ તો વોટ નહિ… ચાલુ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે સ્થાનિકો ચીમકી ઉચ્ચારતા  તંત્ર દોડતું થયું છે.સ્થાનિકો જણાવી રહ્યા છે જે આ માર્ગના નિર્માણ અને સમારકામના નામે માત્ર વાયદાજ મળ્યા છે અને હવે તેમની ધીરજ ખૂટી છે.

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બન્યાં છે. બરડીપાડા થી કાલીબેલ જતો રસ્તો ફક્ત 8 કિલોમીટરનો છે પરંતુ આ માર્ગ જિલ્લા ના મહત્વના માર્ગમાં સમાવિષ્ટ છે તેમછતાં માર્ગ બિસ્માર હોવાથી વેપારીઓ અને ખેડૂતોને માર્કેટ સુધી જવા આવવા ભારે હાલાકી વેઠવી પડે છે. એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ અંતરિયાળ વિસ્તાર નાં ગામડાઓમાં જલ્દી પહોંચી શકતી નથી. ઉબડખાબડ રસ્તાના કારણે અહીં અનેક વાર બાઇક ચાલકો ગંભીર અકસ્માત નો ભોગ બન્યા છે.

હાલમાં આ રોડ પર ખાડા પડી ગયા છે અને આ રોડ પરથી પસાર થવું  પડકારજનક લાગે છે. સ્થાનિકો દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સરકાર તથા વહીવટી તંત્ર દાદ આપતા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહયા છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા પેટા ચૂંટણી સમયે તત્કાલીન મંત્રી ગણપત વસાવાએ ડાંગ જિલ્લામાં અનેક માર્ગો ના ખાત મુર્હત કરી લોકોને વચનો આપ્યા હતા જે  પુરા ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે.

Next Video