Navsari : ચીખલી કસ્ટોડીયલ ડેથનો કેસ, મૃતકના પરિજનોએ વઘઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથ કેસમાં મૃતક યુવકના પરિજનોએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પરિજનોએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR અંતર્ગત આ ફરિયાદ નોંધાવી છે.
Navsari: ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથ કેસમાં મૃતક યુવકના પરિજનોએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પરિજનોએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR અંતર્ગત આ ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છેકે આ કેસમાં ગઈકાલે એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ અજીતસિંહ વાળાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈને પણ સસ્પેન્ડ કર્યા છે.
Published on: Jul 27, 2021 08:51 PM
Follow Us
