DANG : જડીબુટ્ટીઓના સંશોધન માટે ગુજરાત સરકારે 31 કરોડ રૂપિયા ફાળવ્યા

DANG : જડીબુટ્ટીઓના સંશોધન માટે ગુજરાત સરકારે 31 કરોડ રૂપિયા ફાળવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 9:14 PM

રાજ્યના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગને જાહેર કરવામાં આવ્યો.આહવામાં "આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ" કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું.

DANG : ડાંગ જિલ્લાના જંગલોમાં કુદરતી જડીબુટ્ટીઓનો ભંડાર છુપાયેલો છે.જડીબુટ્ટીઓના સંશોધન અને દવા બનાવી વેંચાણ માટે પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારે પહેલ કરી છે. આ સાથે જ સ્થાનિક વેદો અને ફાર્મસી ક્ષેત્રે રોજગારીની તકો ઉભી થશે, જેના માટે રાજ્ય સરકારે 31 કરોડ રૂપિયા ફાળવ્યા છે.ડાંગના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એકર દીઠ 10 હજાર રૂપિયા જેટલી રકમ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગને જાહેર કરવામાં આવ્યો.રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે આહવા ખાતે યોજયેલા “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ હેઠળ, ડાંગ જિલ્લાને રાજ્યના સંપુર્ણ રસાયણ યુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબો માટે 31 કરોડની નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે.આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના 12 હજાર 527 ખેડૂત કુટુંબોને 6.50 કરોડની સહાય ચૂકવવામા આવી છે.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડૂતને સહાયના ચેકોનુ વિતરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો : Co-Win બાદ ભારતમાં ડીજીટલ હેલ્થ હાઇવે તૈયાર થશે, જાણો NHAના મહત્વના સૂત્રધાર ડો.આર.એસ.શર્માએ TV9 સાથેની ખાસ વાતચીતમાં બીજું શું કહ્યું

આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ IFSC સેન્ટરની મુલાકાત લેશે

 

g clip-path="url(#clip0_868_265)">