Navratri 2022 : સલામતી અને સુરક્ષાના સંકલ્પ સાથે ભરૂચ અને ડાંગ જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબા મહોત્સવ યોજાશે

|

Sep 26, 2022 | 8:37 AM

ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી સ્થિત પોલીસ હેડક્વાટરના વિશાળ મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે.

Navratri 2022 : સલામતી અને સુરક્ષાના સંકલ્પ સાથે ભરૂચ અને ડાંગ જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબા મહોત્સવ યોજાશે
Bharuch SP Dr. Leena Patil received information about the preparations

Follow us on

ડાંગ(Dang) અને ભરૂચ(Bharuch)માં પોલીસ પરિવાર દ્વારા આહવા ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયુ છે. આજે તારીખ 26/09/2022 થી તા. 4/10/2022 સુધી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધ અને ગરબાની રમઝટ જામશે તો સાથે પ્રજાજનોમાં કાયદાની સમજના અભાવે બનતા ગુનાઓને રોકવા માટે માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક અંગેની વ્યાપક જન જાગૃતિ કેળવવા, તેમજ સાંપ્રત સમયમાં વધતા સાયબર ફ્રોડનો લોકો, ભોગ ના બને તે અંગેની જાગૃતિ પણ કેળવાશે.બાળકીઓ અને યુવતીઓ સલામતી સહિત સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા મહોત્સવ દરમ્યાન જાગૃતિ અભિયાન ચલાવાશે

પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓના રક્ષણ માટે બનાવવામાં આવેલા કાયદાઓ અને ઘરેલુ હિસ્સા પ્રત્યે કાયદાકીય જાગ્રુતિ લાવવાનો પ્રયાસ કરાશે. પોલીસતંત્ર દ્વારા બાળ મજુરી અને બાળ શોષણ વિરુધ્ધ જાણકારી, સીનીયર સીટીઝનોની સલામતી, સરકાર દ્વારા પ્રજાજનોને મદદરુપ એવા e-FIR અંગેની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી દરમિયાન દરેક મતદાર મતાઅધિકારનો ઉપયોગ કરે તે માટે પણ ઘનિષ્ઠ લોકજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

ભરૂચમાં પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી જાણે ઠપ્પ થઇ ગયેલા જનજીવનમાં ફરી એકવાર ગતિ આવી છે. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવે નવલા નોરતા માટે ગુજ્જુઓ સજ્જ બન્યા છે. આ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા જઈ રહ્યા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવે છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી સ્થિત પોલીસ હેડક્વાટરના વિશાળ મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

ગરબા અયોજકો આખરી ઓપ આપી રહ્યા છે

નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં કોરોનાકાળના 2 વર્ષ બાદ ગરબાનું આયોજન થઇ રહ્યું છે ત્યારે ગરબા આયોજનને લઇ સરકાર દ્વારા બહાર પડેલી સમય મર્યાદાની ગાઇડલાઇન મુજબ અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર અને શહેરમાં ચાલુ વર્ષે 5 થી વધુ સ્થળે ગરબાનું આયોજન કરાયું છે.

Published On - 8:13 am, Mon, 26 September 22

Next Article