Dang: ઝાવડા ગામના યુવાનોએ સસ્તા અનાજની દુકાન સંચાલકનો બનાવ્યો વીડિયો, ઓછું અનાજ આપતા હોવાની મામલતદારને કરી રાવ

|

Jun 17, 2021 | 10:23 PM

Dang : ઝાવડા (Zavda) ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ મામલતદારને ફરિયાદ મળી હતી કે FPS (Fair price shop) સંચાલક લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે.

Dang : ઝાવડા (Zavda) ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ મામલતદારને ફરિયાદ મળી હતી કે FPS (Fair price shop) સંચાલક લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે. જેને લઈને ગામના યુવાનોએ દુકાન સંચાલકનો વીડિયો બનાવી ઓછું અનાજ આપતા હોવાની મામલતદારને ફરિયાદ કરી હતી.

 

 

સરકાર દ્વારા હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને મફત અનાજ આપવાનું શરૂ કર્યું છે. જેને લઈને ગરીબ લાભાર્થીઓ મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મેળવે છે. ઝાવડા ગામના લોકોનો આક્ષેપ છે કે અહીંના દુકાનદાર મેળવવા પાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ લોકોને વિતરણ કરી રહ્યા છે અને સરકારી લાભાર્થીઓનું અનાજ બારોબાર કાળાબજારમાં વેચી નાખે છે.

 

ગ્રામજનોની ફરિયાદને લઈને ખુદ મામલતદારે સસ્તા અનાજની દુકાને જઈને સ્ટોક રજીસ્ટર ચેક કર્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા ગામના કાર્ડ ધારકોના જવાબ લેવાનું પણ ચાલુ કર્યું હતું. કોરોનાકાળમાં સરકારે મફતમાં અનાજ આપવાનું શરૂ કર્યું છે, ત્યાં ગરીબ આદિવાસીને ફાળવેલ અનાજ કરતાં ઓછું અનાજ આપી દુકાન સંચાલકો કાળાબજાર (black marketing) કરતા હોવાના આક્ષેપ લાગ્યા હતા.

 

આ પણ વાંચો : Valsad: દીક્ષિત મહોલ્લામાં એપાર્ટમેન્ટના બીજા માળના એક ફ્લેટની બાલ્કની ધરાશાયી, જુઓ Video

Next Video