
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બરથી ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સાથે સમસ્ત દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. ત્યારે આદિજાતિ બહુલ વસતિ ધરાવતા ડાંગ જિલ્લામા પણ વઘઇ અને બારીપાડા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવા પામ્યો છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કઢાયેલા કાર્યક્રમ અનુસાર, ડાંગ જિલ્લામાં તમામે તમામ સો પંચાયતોને આવરી લેતા બે જેટલા ‘રથ’ ના સથવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.
જે મુજબ તા.૧૬/૧૧/૨૦૨૩ના રોજ વઘઈ તાલુકાના ચિકાર પ્રાથમિક શાળા ખાતેથી ‘રથ નંબર-૧’ પ્રસ્થાન કરશે. આ ‘રથ’ બપોરે ૨ વાગ્યે ઝાવડા પહોચશે. જ્યાં રાત્રિ મુકામ સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. ‘રથ ક્રમાંક-૧’ના પ્રથમ દિવસના નોડલ અધિકારી તરીકે વી.કે.ટેલરની નિયુક્તિ કરવામાં આવી છે.
તે જ રીતે ‘રથ નંબર-૨’ નું આહવા તાલુકાના મોરઝીરા સ્થિત પ્રાથમિક શાળા ખાતેથી પ્રસ્થાન કરાશે. જે બપોરે ૨ વાગ્યે ડોન ખાતે પહોચશે. જ્યાં રાત્રિ રોકાણ સાથે નિયત કાર્યક્રમો યોજાશે. ‘રથ ક્રમાંક-૨’ના પ્રથમ દિવસના કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે શ્રી વિપુલ.ડી.કુલકર્ણીની નિયુક્તિ કરવામાં આવી છે.આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માં સોંને જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.
આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિ પર રાજ્યના મુખ્યાલય લખનૌ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આદિવાસી ભાગીદારી મહોત્સવ કાર્યક્રમ 15 થી 21 નવેમ્બર સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ સહિત લગભગ 17 રાજ્યોના આદિવાસી કલાકારો અને જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આદિવાસી કલાકારો હાથથી બનાવેલી વસ્તુઓ અને વાનગીઓ વગેરેને લગતા પ્રદર્શનો મૂકે છે.
આ અવસરે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજાયા હતા. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને લોકનેતા ભગવાન બિરસા મુંડાના જળ, જંગલ અને જમીન બચાવવાના સંઘર્ષને યાદ કરવામાં આવે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજને નવી દિશા અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટ વીડિયો : જેતપુરમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કમકમાટી ભર્યુ મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા