ડાંગ : દિવાળીની પ્રેરણાદાયક ઉજવણી, સુબીર તાલુકાના ઝરી ગામે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો

|

Nov 14, 2023 | 9:56 AM

ડાંગ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ડાંગ જિલ્લા દ્વારા ચાલી રહેલા વસ્ત્રદાન અભિયાનમાં એકત્ર થયેલા વસ્ત્રોનો સુબીર તાલુકા ના ઝરી ગામે જરૂરીયાત મંદ પરીવાર જનોને વસ્ત્રો,મીઠાઈ અને ફટાકડા વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ : દિવાળીની પ્રેરણાદાયક ઉજવણી, સુબીર તાલુકાના ઝરી ગામે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો

Follow us on

ડાંગ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ડાંગ જિલ્લા દ્વારા ચાલી રહેલા વસ્ત્રદાન અભિયાનમાં એકત્ર થયેલા વસ્ત્રોનો સુબીર તાલુકા ના ઝરી ગામે જરૂરીયાતમંદ પરીવારજનોને વસ્ત્રો,મીઠાઈ અને ફટાકડા વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે જેના ભાગરૂપે દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ બનવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્રદાન અભ્યાન ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ડાંગ જિલ્લાના સૂબિર તાલુકા સંયોજકો દ્વારા સમાજના આગેવાનો પાસેથી વસ્ત્રો દાન મેળવવામાં આવ્યા હતા તેમજ આ વસ્ત્રોને દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરીયાત મંદ પરિવારોને મદદરૂપ બને તે માટે કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઝરી ગામે વસ્ત્રદાન કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સુબિર તાલુકા યુવા મોરચા પ્રમુખ સેલેષ ભાઈ ચૌધરી, ભૂતપૂર્વ યુવા મોરચા પ્રમુખ રાહુલભાઈ વળવી તેમજ ગારખડી ગામ વિસ્તારના સેવાભાવી સ્થાનિક યુવાનો અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજકો સંજયભાઈ પવાર અને ગોવિંદભાઈ ઉપસ્થિત રહી ગામના બાળકોને ફટાકડા, કપડા અને મીઠાઈ આપીને સેવાનું યોગ્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article