DANG : સાપુતારામાં બંધને પગલે પ્રવાસીઓ અટવાયા, ખાધાપીધા વગર પ્રવાસીઓ પરેશાન થયા

|

Jul 26, 2021 | 5:12 PM

છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે ડાંગ જિલ્લાનું કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે.

DANG : જિલ્લામાં બંધને પગલે પ્રવાસીઓ અટવાયા પડયા હતા. ઘણા પરિવાર સાથે સાપુતારા પહોંચેલા પ્રવાસીઓને પાણી પણ મળ્યું ન હતું. ડાંગના પ્રવાસન સ્થળ બોટનીકલ ગાર્ડન અને ગીરાધોધ ખાતે પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ હતો. ત્યારે આ બાબતે અજાણ પ્રવાસીઓને સાપુતારામાં પ્રવેશ આપવામાં આવ્યો પણ સુવિધા નહીં મળતા પરેશાની થઇ હતી. સવારે ઘરેથી ખાધા પીધા વગર નીકળેલા પ્રવાસીઓ સાપુતારામાં અટવાયા હતા.

નોંધનીય છેકે છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે ડાંગ જિલ્લાનું કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. અને, આ કુદરતી સૌદર્યને નિહાળવા પ્રવાસીઓ હાલ સાપુતારા ઉમટી રહ્યાં છે.

 

Next Video