Dang : ગીરાધોધની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, કોરોનાની ચિંતા વિના જ પ્રવાસીઓ ઉમટ્યા

|

Jul 13, 2021 | 7:45 AM

વરસાદને પગલે ડાંગ (Dang) જિલ્લો લીલોછમમ બન્યો છે. નદીઓમાં પાણી આવતા અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધ (GiraDhodh) સક્રિય બને છે,

વરસાદની શરૂઆત થતા જ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓ ડાંગ (Dang) જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે. ખાસ કરીને ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ (waghai) નજીક આવેલ ગીરા ધોધને (GiraDhodh) જોવા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. પવિત્ર અષાઢી બીજના દિવસે વઘઇના ગીરાધોમાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. સિઝનમાં પહેલીવાર ગીરાધોધમાં પાણી આવતા કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું લોકડાઉનમાં બેરોજગાર બનેલા સ્થાનિક દુકાનદારો ખુશ થયા હતા.

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધીમીધારે વરસાદ પડતાં અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગીરાધોધ સક્રિય બન્યો છે. ડાંગ જિલ્લાના પર્યટક સ્થળોમાં સાપુતારા બાદ સૌને મનગમતું સ્થળ એટલે ગીરાધોધ છે. અહીંયા પાણી આવતાજ પ્રવાસીઓની ભીડ જામેં છે. ગત વર્ષે કોરોનામાં લોકડાઉનને લઈને ગીરાધોધ બંધ રાખવામાં આવ્યો હતો.

જોકે આ વર્ષે છૂટ મળતાજ લોકો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા અહીં પહોંચી ગયા છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓની સુરક્ષા માટે ગીરાધોધ નજીક સુરક્ષા ગાર્ડ ઉભા રાખ્યા છે જે લોકોને ધોધ નજીક જતા રોકી જાહેરનામાનું પાલન કરાવી રહ્યા છે.

Next Video