Dang : ગુજરાત(Gujarat) કચ્છ, ગીર સોમનાથ , જૂનાગઢ અને નર્મદા જિલ્લાના પ્રવાસ સ્થળો માટે જાણીતું છે પણ અહીં એક હિલ સ્ટેશન પણ હાલના દિવસોમાં આકર્ષનું કેન્દ્ર બન્યું છે. ચોમાસામાં ખખડે વહેતા ઝરણાં, ઘૂઘવતા ધોધ અને લીલાછમ વનના કુદરતી સૌંદર્યથી ડાંગ (Dag) ઘેરાયેલો વિસ્તાર છે.
ડાંગ ઉનાળાથી શિયાળા અને ચોમાસા સુધી તમામ ઋતુઓ માટે સુંદર વાતાવરણ અને આબોહવાનો અનુભવ કરાવે છે. તમને જણાવી દઈએ કે, આ જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન(Hill Station)ને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સાપુતારા(Saputara)ની જે ગુજરાત અને તેને અડીને આવેલા રાજ્યના લોકો માટે શિમલા અને મનાલીથી ઓછું નથી.
સાપુતારા પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. આ પ્રવાસન સ્થળ અહીંના લોકોનો ઇતિહાસ અને સંસ્કૃતિમાં સમાવેશ કરે છે. આ સ્થાન પર તમે તળાવો અને શિખરો સાથે ઘણી વસ્તુઓ જોઈ શકો છો.
સાપુતારા પહોંચવા કાર અથવા બસ જેવા વાહનોનો એકમાત્ર વિકલ્પ છે. આ વિસ્તારમાં ટ્રેન દોડતી ન હોવાથી સફર તમારે વાહન દ્વારા જ કરવો પડે છે. સાપુતારાથી સૌથી નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ સુરત ખાતે છે જે લગભગ 120 કિમી દૂર છે જ્યારે સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુંબઈમાં છે જે 250 કિમી દૂર છે. આ બંને શહેરોમાં પહોંચ્યા પછી તમે સાપુતારા માટે બસ અથવા કાર લઈ શકો છો.અમદાવાદ પણ અહીંથી 400 કિમીના અંતરે આવેલું છે. અહીંના બગીચા આકર્ષણ ધરાવે છે.
સાપુતારામાં ઘણા બગીચા આવેલા છે. Step Garden ની વાત કરીએતો સંપૂર્ણ રીતે પગથિયાં પર બાંધવામાં આવેલો અનોખો બગીચો છે. ટેબલ લેન્ડ રોડ પરનો સ્ટેપ ગાર્ડન વિવિધ પ્રકારના ફ્લાવરપોટ્સ, છોડ અને લાકડાના ઉત્કૃષ્ટ કલાકૃતિઓની ઝાંખી કરાવે છે. આ બગીચાની મધ્યમાં પર્યટકો માટે ઝુંપડીઓ પણ મૂકવામાં આવ્યા છે.
ફોરેસ્ટ નર્સરી એ ફૂલોના છોડ, ફળ આપનાર વૃક્ષો અને અન્ય વનસ્પતિઓનો જીવંત સંગ્રહ છે જે સાપુતારાના વન વિભાગ દ્વારા નિયંત્રિત છે. નર્સરી તેના હિબિસ્કસ ફૂલોની વિવિધતા માટે ખાસ કરીને પ્રખ્યાત છે અને પ્રવાસીઓ વાજબી ભાવે આકર્ષણમાંથી છોડ અને વૃક્ષો ખરીદી શકે છે.
રોઝ ગાર્ડન અહીં રોપાયેલા ગુલાબની અનેક પ્રજાતિઓનું ઘર છે જે દૂર-દૂરથી પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. લેક ગાર્ડન અને સ્ટેપ ગાર્ડનની એકદમ નજીક સ્થિત છે જ્યારે અહીં ફૂલો સંપૂર્ણ ખીલે છે ત્યારે બગીચાની વસંતઋતુ દરમિયાન મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ છે.