ડાંગ : દીપડાનો શિકાર બનેલા આધેડના પરિવારને માત્ર 3 દિવસમાં વનવિભાગે સહાય આપી, દીપડાને પણ પાંજરે પૂર્યો

ડાંગ જિલ્લાના નડગખાદી ગામે દિપડાના હુમલાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગત ૮મી નવેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાડી ગામમા હુમલાખોર દિપડાનાને કારણે આધેડ વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ.

ડાંગ : દીપડાનો શિકાર બનેલા આધેડના પરિવારને માત્ર 3 દિવસમાં વનવિભાગે સહાય આપી, દીપડાને પણ પાંજરે પૂર્યો
| Edited By: | Updated on: Nov 12, 2023 | 9:19 AM

ડાંગ જિલ્લાના નડગખાદી ગામે દિપડાના હુમલાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગત ૮મી નવેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાડી ગામમા હુમલાખોર દીપડાને કારણે આધેડ વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહેલી સવારે  વાગ્યાના અરસામાં મોતીરામભાઇ લાહનુભાઇ રાઉત પોતાના ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે દીપડો ત્રાટક્યો હતો . મોતીરામભાઇ પાસે અચાનક દીપડો આવી ચઢ્યો હતો જેને  ગળાના હુમલો કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત મોતીરામનું ઇજાના કારણે  સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.

આ ઘટના અંગેની જાણ ડાંગ જિલ્લા ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલને થતા તેઓ તાત્કાલિક મૃતક પરિવારની મુલાકાતે પહોંચી પરિવારને શાંત્વના આપી હતી. ઘટના બાબતે પરિવારે ત્વરિત સહાય આપવા સૂચન કર્યું હતું.

નાયબ દંડક વિજયભાઈ પટેલ તેમજ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ દ્વારા મૃતક પરિવારજનોને પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે પાંજરું ગોઠવી માનવી પર હુમલો કરનાર દીપડાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પ્રસંગે વન વિભાગના સ્ટાફ તથા મહિલા સરપંચ સીતાબેન ભિવશન, ગામના આગેવાન રવીન્દ્રભાઈ ભીવશન, પોલીસ પટેલ બેડુંભાઈ ગાયકવાડ, ગામના કારભારી મોહનભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 9:17 am, Sun, 12 November 23