Dang : ગુજરાતના Hill Station ખાતે પોલીસ ગરબા મહોત્સવ યોજશે, યુવા હૈયાઓના થનગનાટ વચ્ચે જાગૃતિ અભિયાન પણ ચલાવાશે

|

Oct 15, 2023 | 9:01 AM

Dang : આમ તો દેશના દરેક રાજ્યમાં નવરાત્રી(Navratri 2023)નો તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાત(Gujarat)માં આ તહેવારને લઈને જે અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળે છે ગુજરાતમાં આ તહેવા દરમિયાન અનોખો થનગનાટ જોવા મળે છે. રાજ્યમાં નવ દિવસ સુધી ગરબાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ખાસ દિવસોમાં તમે ગુજરાતમાં રોશનીનો ઝગમગાટ અને સુંદર રીતે શણગારેલા પંડાલ જોઈ શકો છો.

Dang : ગુજરાતના Hill Station ખાતે પોલીસ ગરબા મહોત્સવ યોજશે, યુવા હૈયાઓના થનગનાટ વચ્ચે જાગૃતિ અભિયાન પણ ચલાવાશે

Follow us on

Dang : આમ તો દેશના દરેક રાજ્યમાં નવરાત્રી(Navratri 2023)નો તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાત(Gujarat)માં આ તહેવારને લઈને જે અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળે છે ગુજરાતમાં આ તહેવા દરમિયાન અનોખો થનગનાટ જોવા મળે છે. રાજ્યમાં નવ દિવસ સુધી ગરબાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ખાસ દિવસોમાં તમે ગુજરાતમાં રોશનીનો ઝગમગાટ અને સુંદર રીતે શણગારેલા પંડાલ જોઈ શકો છો.

માં આદ્યશક્તિ જગતજનની માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તા. 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે. સાર્વજનિક નવરાત્રી મહોત્સવનુ આયોજન નિઃશુલ્ક અને નિર્ભય વાતાવરણ પૂરું પાડવાના સંકલ્પ સાથે કરવામા આવ્યું છે.

આ પણ વાંચો : Dang : Gujaratનું આ Hill Station કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો છે, અહીંના આ વિશેષતાઓ તમે જાણો છો?

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નવરાત્રિ મહોત્સવ નું આયોજન ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા માર્ગદર્શનક હેઠળ કરવામાં આવી રહ્યું છે. ડાંગ SP જતેર આયોજન ઉપર નજર રાખી રહ્યા છે.  ડાંગ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગરબા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. સામાજીક સદભાવના અને લોકજાગૃતિ માટે વિવધ સરકારી વિભાગોના સહયોગથી વિશેષ કાર્યક્રમોનુ આયોજન પણ આ અવસરે કરવામા આવેલ છે.

આ પણ વાંચો : Dang: હવે દુર્ગમ વિસ્તારોમાં પણ ફોનની ઘંટડી રણકશે, કનેક્ટિવિટીની સમસ્યાઓ દૂર કરવા ભાર મુકાયો

આહવા ખાતે આયોજિત સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમા ઘરેલુ હિંસા અટકાવવા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં આ બનાવો અટકાવવા કાયદાકીય માહિતી સાથેપરિચિતો અને પાડોશીઓ કઈ રીતે મદદરૂપ બની શકે છે તેની જાણકારી આપવામાં આવશે.આ ઉપરાંત મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનુ જાતીય શોષણ અટકાવવા જાગૃતિ કાર્યક્રમ યોજાશે. 24 કલાકમાં સગીરો ઉપર બળાત્કારના રાજ્યમાં બે બનાવ બન્યા છે. આ ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે.

ડાંગ જિલ્લાના પ્રવાસીઓની સલામતી તેમજ અંધશ્રદ્ધા નેસ્તનાબુદ કરવા માટે કાર્યક્રમ યોજવામા આવશે. પોલીસતંત્ર  નશામુક્તિ , ટ્રાફિક જાગૃતિ અને સાઇબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજશે. ખેલૈયાઓને માત્ર ગરબે ઘુમવા જ નહીં  પણ યુવક અને યુવતિઓ માટે રોજગારલક્ષી પ્રયાસ પણ કરવામાં આવશે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article