DANG : સતત વરસાદને કારણે ગીરા, અંબિકા, ખાપરી અને પુર્ણના નદીઓ બે કાંઠે વહી, જિલ્લાનું કુદરતી સૌદર્ય ખીલ્યું

|

Jul 20, 2021 | 11:30 PM

ડાંગ જિલ્લાની ગીરા, અંબિકા, ખાપરી અને પુરના નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાપુતારામાં પાંચ ઇંચ વરસાદને કારણે અંબિકા નદી ઉપરનો ગીરાધોધ નિખરેલા સ્વરૂપે જોવા મળ્યો હતો.

DANG :જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી વરસતા વરસાદના પગલે, જિલ્લાની ગીરા, અંબિકા, ખાપરી અને પુરના નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાપુતારામાં પાંચ ઇંચ વરસાદને કારણે અંબિકા નદી ઉપરનો ગીરાધોધ નિખરેલા સ્વરૂપે જોવા મળ્યો હતો. નદીઓમાં એકાએક પાણી આવતા વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યા બરડા તથા કુમારબંધ-બોરપાડા માર્ગ વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

જ્યારે પ્રસાસને આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સુચના આપી છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા માર્ગો કે પુલો ઉપર થોડા સમય માટે વરસાદી પાણી ફરી વળતા હોય છે. જે વરસાદ બંધ થઈ જતા ત્રણ ચાર કલાકે ફરી ઉતરી પણ જતા હોય છે. જેથી આવા સમયે કોઈ પણ જાતની હડબડાહટ કે ગભરાટને કારણે અસરગ્રસ્ત માર્ગો કે પુલો જીવના જોખમે ક્રોસ કરવાનુ દુસાહસ ન કરતા, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા, કે પાણી ઓસરવાની રાહ જોવા પણ જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.

 

Next Video