Dang : ડાંગ જિલ્લામાં ઉગતા કુમળા વાંસનું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી દે છે, ડાંગની વિશેષતા અંગે જાણો વિગતવાર

|

Oct 09, 2023 | 12:12 PM

Dang : ડાંગ જિલ્લો સંપૂર્ણ જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે, કુદરતી સોંદર્ય થી ભરપુર એવા ડાંગ(Dang) જિલ્લાના જંગલોમાં ચોમાસાની ઋતુ દરમિયાન અને ત્યારબાદના સમયગાળામાં કુમળા વાંસ(Bamboo)ઊગી નીકળે છે જેમાંથી અથાણું(Bamboo Pickle) બનાવી આદિવાસી મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવે છે.

Dang : ડાંગ જિલ્લામાં ઉગતા કુમળા વાંસનું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી દે છે, ડાંગની વિશેષતા અંગે જાણો વિગતવાર

Follow us on

Dang : ડાંગ જિલ્લો સંપૂર્ણ જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે, કુદરતી સોંદર્ય થી ભરપુર એવા ડાંગ(Dang) જિલ્લાના જંગલોમાં ચોમાસાની ઋતુ દરમિયાન અને ત્યારબાદના સમયગાળામાં કુમળા વાંસ(Bamboo)ઊગી નીકળે છે જેમાંથી અથાણું(Bamboo Pickle) બનાવી આદિવાસી મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવે છે.

ડાંગ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વન વિસ્તાર(Dang Forest)માં ચોમાસા(Monsoon 2023) દરમિયાન અનેક વનસ્પતિઓ ઊગી નીકળે છે જેપૈકી કેટલાક વિસ્તારોમાં ઊગી નીકળતા કુમળા વાંસ ને લોકો ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

કુમળા વાંસના અથાણાંની માંગમાં વધારો

આ કુમળા વાંસમાંથી અથાણું પણ બનવવામાં આવે છે. આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતા અથાણાની ખૂબ માંગ વધી રહી છે. ગુજરાત સરકાર(Gujarat government) દ્વારા  મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ની મદદથી હાથ ધરાયેલ Khushboo Gujarat Ki campaignના પ્રમોશન દરમિયાન અમિતાભ બચ્ચેને ડાંગની નાગલીના રોટલા અને વાસનું અથાણું સ્વાદ માટે અતિપ્રિય હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સ્થાનિક મહિલાઓને રોજગારી મળી

આજે દેશ વિદેશમાં આ અથાણાની ખૂબ માંગ છે જેના દ્વારા સ્થાનિક મહિલાઓને સારી રોજગારી મળી રહે છે. ડાંગ માં વનવિભાગ ની મદદથી તેમજ સરકારની યોજનાનો લાભ લઈને મહિલાઓ મંડળ બનાવી આ અથાણાં બનાવવાનું કામ કરે છે. મોટી સંખ્યામાં બહેનો મંડળીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારને મહિલાઓ પણ આર્થિકરીતે મદદરૂપ બનવાથી જીવનધોરણ પણ ઊંચું આવી રહ્યું છે.

આ પણ વાંચો : Dang : ખેલ મહાકુંભમાં ભાગ લેવા Online Registration Process શરૂ કરાઈ, અહીં એક ક્લિકથી તમારું રજીસ્ટ્રેશન કરો

પ્રવસીઓનું ખરીદીનું મોટું માર્કેટ મળી રહે છે

ડાંગ પ્રવાસન જિલ્લો હોવાના કારણે અહીંયા આવતા પ્રવાસીઓ આ અથાણા ની ખરીદી કરે છે જેથી માર્કેટિંગ ની કોઈ સમસ્યા રહેતી નથી. બામ્બુની ખેતી પણ થાય છે. દક્ષિણ ગુજરાત જિલ્લામાં ખાનગી જમીન પર વાંસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. હવે વાંસ કાપવા માટે વન વિભાગની પરવાનગીની જરૂર નથી. ખેડૂતોએ હવે આર્થિક લાભ મેળવવા માટે તેમના ખેતરોમાં વાવેતર કરવાનું પણ શરૂ કર્યું છે. નર્મદા, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં સૌથી વધુ વાંસનું વાવેતર જોવા મળે છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:52 am, Mon, 9 October 23

Next Article