દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ 15 નવમેબર એટલેકે ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશભરમાં જનહિતલક્ષી યોજનાઓના લાભની પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.
આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતીતિ સાથે પ્રજાજનોને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.
તા.19 મી નવેમ્બર સુધી ડાંગ જિલ્લાના આહવા તાલુકાની કુલ ૮ ગ્રામ પંચાયતો તેમજ વધઇ તાલુકાની કુલ ૧૦ ગ્રામ પંચાયતોમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી. જેમા આહવા તાલુકામા ૨૯૬૭ અને વઘઇ તાલુકામા કુલ ૩૦૦૨ લોકો મળી કુલ ૫૯૬૯ લોકોએ યાત્રામા ભાગ લઇ સંકલ્પ લીધો હતો. આ સાથે અહી વિવધ કાર્યક્રમો પણ યોજાયા હતા.
આહવા અને વઘઇ તાલુકાના આ ગામડાઓમામા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનુ સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચાડવામા આવી રહી છે. દરમિયાન આહવા અને વઘઇ તાલુકામા ૧૮૮૯ લોકોએ યાત્રામા આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા ૫૯૮ વ્યક્તિઓનુ ટી.બી સ્ક્રિનીંગ, તથા ૮૧૦ લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પી.એમ.જે.વાય-મા યોજના, એન.સી.ડી., આભા આઇ-ડી અને વેકસીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
‘સંકલ્પ યાત્રા’ ના સથવારે ૫૯ મહિલાઓ, અને ૧૦૨ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ તમામ ગ્રામ પંચાયતોમા ડ્રોન ડેમોન્ટ્રેશન કરવામા આવ્યુ હતુ. અને ૧૭૨૪ જેટલા ખેડુતો સાથે પ્રાકૃતિક કૃષિનો સંવાદ પણ કરવામા આવ્યો હતો. આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવનારા કુલ ૪૬ જેટલા લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા. આ ઉપરાંત આ તમામ ગ્રામ પંચાયતોમા આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિસાન યોજના, જન ધન યોજના, ડિજીટલ રેકર્ડ ઉપર જમીન અને જળ જીવન મિશન અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરવામા આવી છે.