દમણ-દીવના પ્રશાસકની ઓચિંતી મુલાકાત લઈ સી.આર.પાટીલે રાજકીય ચર્ચા જગાવી, હિંમતનગરમાં બંધ બારણે યોજાઈ બેઠક

|

Sep 19, 2020 | 1:18 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રવાાસે પહોંચેલા સીઆર પાટીલે આજે હિંમતનગરમાં રાજકીય રીતે ચર્ચા જાગે તેવી મુલાકાત લીધી હતી. સીઆર પાટીલે પોતાના પ્રવાસ કાર્યક્રમમાં દર્શાવ્યા વિના જ વ્યક્તિગત મુલાકાત લઈને રાજકીય આગેવાનોને ચોંકાવી દીધા હતા. દમણ દીવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લઈ બંધ બારણે ચર્ચા કરી હતી. જો કે આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ […]

દમણ-દીવના પ્રશાસકની ઓચિંતી મુલાકાત લઈ સી.આર.પાટીલે રાજકીય ચર્ચા જગાવી, હિંમતનગરમાં બંધ બારણે યોજાઈ બેઠક

Follow us on

સાબરકાંઠા જિલ્લાના પ્રવાાસે પહોંચેલા સીઆર પાટીલે આજે હિંમતનગરમાં રાજકીય રીતે ચર્ચા જાગે તેવી મુલાકાત લીધી હતી. સીઆર પાટીલે પોતાના પ્રવાસ કાર્યક્રમમાં દર્શાવ્યા વિના જ વ્યક્તિગત મુલાકાત લઈને રાજકીય આગેવાનોને ચોંકાવી દીધા હતા. દમણ દીવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લઈ બંધ બારણે ચર્ચા કરી હતી. જો કે આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ હતી. સી.આર.પાટીલે આજે એક તરફ આકરા તેવર તો બેઠકમાં દર્શાવ્યા જ હતા અને તે વાતની ચર્ચાઓનો અંત આવે એ પહેલા તો તેઓ ખાનગી મુલાકાતે અચાનક પહોંચી જતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દમણ, દીવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલના નિવાસ સ્થાને સીઆર પાટીલ અચાનક જ પહોંચ્યા હતા. સીઆર પાટીલના પ્રવાસ અંગે જાહેર થયેલા તેમના પ્રવાસ કાર્યક્રમ બાદ શુક્રવારે સાંજે ફરીથી બદલાયેલા તેમના કાર્યક્રમમાં પણ કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. સ્થાનિક સંગઠનને પણ તેમની મુલાકાત અંગે જાણકારી આપવામા આવી નહોતી. આમ કોઈ જ સુચના વિના જ બેઠક બાદ જમીને સીધા જ તેઓ પ્રફુલ્લ પટેલની મુલાકાતે પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યાં તેમની સાથે પ્રદેશ સંગઠનના બે જ હોદ્દેદારોને સાથે રાખવામાં આવ્યા હતા.અધ્યક્ષ સીઆર પાટીલે બંધબારણે મુલાકાત યોજવાને લઈને સ્થાનિક અને પ્રદેશના સંગઠનમાં પણ બેઠકને લઈને ચહલ પહલ મચી ચુકી હતી અને બેઠકમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ હતી, તે જાણવા માટે ઉત્સુકતાઓ જાગી હતી. જો કે બેઠકને શુભેચ્છા અને પારીવાર મુલાકાત હોવાનું ગણાવવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લ પટેલ ગુજરાત રાજ્યના પુર્વ ગૃહપ્રધાન રહી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:52 pm, Sat, 5 September 20

Next Article