Dahod: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફાયરિંગનો વીડિયો, પોલીસે આખરે વ્યક્તિને શોધી કાઢ્યો

આ વીડિયોમાં એક વ્યક્તિ હવામા ફાયરિંગ (Firing) કરતો હોવાનું જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં જોવા મળે છે કે આ વ્યક્તિ એક પછી એક રાયફલથી ફાયરિંગ કરી રહ્યો છે. જો કે આ વ્યક્તિ કોણ છે તે વિશેની કોઇ માહિતી ન હતી.

Dahod: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફાયરિંગનો વીડિયો, પોલીસે આખરે વ્યક્તિને શોધી કાઢ્યો
Video shows man firing in open in Dahod
| Edited By: | Updated on: Jun 04, 2022 | 3:32 PM

સોશિયલ મીડિયામાં (Social media) એક ફાયરિંગ કરનાર શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જેને લઇને તપાસ થતા આ વીડિયો ગુજરાતનો (Gujarat) જ હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હવામા ફાયરિંગ કરતો હોવાનું જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં જોવા મળે છે કે આ વ્યક્તિ એક પછી એક રાયફલથી ફાયરિંગ કરી રહ્યો છે. જો કે આ વ્યક્તિ કોણ છે તે વિશેની કોઇ માહિતી ન હતી. જો કે પ્રાથમિક રીતે આ વીડિયો દાહોદનું (Dahod) હોવાનું જાણવા મળ્યુ છે.

સોશિયલ મીડિયામાં દાહોદજિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો લીમખેડા તાલુકાનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેને લઇને દાહોદ જિલ્લાની પોલીસે વીડિયોમાં દેખાતા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સાથે જ પોલીસે આ વ્યક્તિની અટકાયત પણ કરી છે.

પોલીસે આ વ્યક્તિએ આ ફરિયાદની દિશામાં તપાસ શરુ કરી છે. આ વ્યક્તિએ કયા કારણોસર ફાયરિંગ કર્યુ છે. તે દિશામાં તપાસ શરુ કરી છે. આ રાયફલ આ વ્યક્તિની પોતાની છે અને છે તો તેનું લાયસન્સ તેની પાસે છે કે નહીં તેના પણ સવાલો ઊભા થઇ રહ્યા છે. ત્યારે આ વ્યક્તિ પુછપરછમાં વધુ ખુલાસા થઇ શકે છે.

અગાઉ પણ સોશિયલ મીડિયામાં અનેક વાર ફાયરિંગ કરતા લોકોના વીડિયો વાયરલ થયેલા છે. અનેક લોકો ગેરકાયદેસર રીતે હથિયારોનો ઉપયોગ કરતા હોવાનું અનેક વાર સામે આવેલુ છે. ત્યારે આ ઘટનામાં ફાયરિંગ લાયસન્સવાળી રાયફલથી થયુ છે કે કેમ અને ફાયરિંગ કરવાનું કોઇ કારણ છે કે ખાલી પોતાની મોજ માટે ફાયરિંગ કરવામાં આવ્યુ છે જેવા અનેક સવાલો થઇ રહ્યા છે.