TV9 IMPACT : દાહોદના ફતેપુરામાં ખાતરના ભાવ વધુ વસૂલવાનો મુદ્દો, TV9 ના અહેવાલ બાદ ખેતી વિભાગે કરી કાર્યવાહી

|

Jul 14, 2021 | 4:08 PM

ખેતી વિભાગે રાસાયણિક ખાતરના 266.50 રૂપિયા ભાવ નક્કી કરેલો છે. પરંતુ ખેડૂતોની ફરિયાદ હતી કે તેમની પાસેથી વેપારીઓ દ્વારા 350 થી 500 રૂપિયા વસૂલવામાં આવે છે.

દાહોદના ફતેપુરામાં ખાતરના (Fertilizers) નક્કી કરેલા ભાવ કરતા વધુ વેપારીઓ સામે ખેતી વિભાગે (Agriculture Department) કાર્યવાહી હાથ ધરી છે. TV9 ના અહેવાલ બાદ જાગેલા સરકારી તંત્રએ મેસર્સ સાંઠીયા ખેડૂત ગ્રાહક ભંડાર સહકારી મંડળી સહિત બે વેપારીઓનો પરવાનો રદ કર્યો છે. 15 દિવસ માટે આ મંડળીનો પરવાનો રદ કર્યો છે, જેથી બંનેના વેપારીઓ 15 દિવસ સુધી રાસાયણિક ખાતરનું વેચાણ નહીં કરી શકે.

ખેતી વિભાગે રાસાયણિક ખાતરના 266.50 રૂપિયા ભાવ નક્કી કરેલો છે. પરંતુ ખેડૂતોની (Farmers) ફરિયાદ હતી કે તેમની પાસેથી વેપારીઓ દ્વારા 350 થી 500 રૂપિયા વસૂલવામાં આવે છે. જે અંગે TV9 એ ગત 12 જુલાઈએ અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારબાદ ખેતી વિભાગે વિવિધ ટીમો બનાવીને જિલ્લામાં તપાસ હાથ ધરી છે.

Next Video