Dahod: શંકાસ્પદ બાયોડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિને SOGએ ઝડપી લીધો, લેબ ટેસ્ટના રિપોર્ટમાં થશે ખુલાસો

|

Jun 05, 2022 | 12:51 PM

SOG પોલીસે (SOG police) રસ્તામાં જ આ પીક અપ વાનને અટકાવી તેમાં તપાસ કરી હતી. જે દરમિયાન કુલ 3.40 લાખનો શંકાસ્પદ બાયોડીઝલનો (Biodiesel) જથ્થો મળ્યો હતો.

Dahod: શંકાસ્પદ બાયોડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિને SOGએ ઝડપી લીધો, લેબ ટેસ્ટના રિપોર્ટમાં થશે ખુલાસો
SOG seizes suspicious consignment of Bio Diesel

Follow us on

દાહોદમાં  (Dahod) ક્રાઇમની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ફતેપુરા નજીકથી શંકાસ્પદ બાયોડીઝલનો (Biodiesel) જથ્થો મળ્યાના બે દિવસમાં જ દાહોદમાંથી ફરી એકવાર ગેરકાયદે શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે. ઝાલોદથી રાજસ્થાન લઇ જવાતું બાયોડીઝલ SOGએ પીકઅપ ગાડીમાંથી ઝડપી પાડ્યું છે. ઝાલોદ પોલીસે (Zalod police) વાહન ચાલક સહીત કુલ 3.40 લાખનો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો છે.

બાતમીના આધારે SOG પોલીસે બાયોડીઝલ ઝડપી લીધુ

બાયોડીઝલનો જથ્થો ઝાલોદથી રાજસ્થાન લઇ જવાતો હોવાની SOG પોલીસને બાતમી મળી હતી. જેને લઇને SOG પોલીસ એલર્ટ પર હતી. આ જથ્થો પીક અપ વાનમાં અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી ઝાલોદ થઈ રાજસ્થાનના કુસલગઢ લઇ જવાઇ રહ્યો હતો. જો કે SOG પોલીસે રસ્તામાં જ આ પીક અપ વાનને અટકાવી તેમાં તપાસ કરી હતી. જે દરમિયાન કુલ 3.40 લાખનો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો. પોલીસે બાયોડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં શંકાસ્પદ બાયોડીઝલના નમૂના લેબ ટેસ્ટ માટે મોકલાયા છે.

અગાઉ પણ બાયોડીઝલ પકડાયાની બની છે ઘટના

બે દિવસ અગાઉ પણ દાહોદના ફતેપુરા નજીકથી ટેન્કરમાંથી શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ફરી એકવાર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાતા મોટાપાયે રેકેટ ચાલતું હોવાની આશંકા છે. ત્યારે હવે આરોપીઓની પુછપરછમાં જ વધુ ખુલાસા થવાની શક્યતા છે. સરકાર દ્વારા બાયોડીઝલનો ગેરકાયદે કારોબાર ન ચાલે તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. છતા આવી ઘટનાઓ અવારનવાર બને છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બાયોડીઝલના વેચાણને લઈને કેટલાક નવા નિયમો બનાવવા આવ્યા છે, જે આ પ્રમાણે છે

1. બાયોડીઝલના નામે ભળતા સોલવંટ- પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચના.

2. હવે બાયોડીઝલનું વેચાણ રિટેઈલ આઉટ લેટ મારફતે થઈ શકશે નહીં.

3. ઉપલબ્ધતાના આધારે ઓઈલ માર્કેટીંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરી વેચાણ કરી શકશે.

4. શુદ્ધ બાયોડીઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરાશે.

5. આવા ઉત્પાદકો GPCB સહિતની જરૂરી નિયત મંજૂરીઓ મેળવી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકશે.

Next Article