Dahod: PM મોદીની કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરાઇ, RAFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ

|

Apr 03, 2022 | 4:10 PM

દાહોદમાં વડાપ્રધાનના આ કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં RPFની એક ટૂકડી તૈનાત કરાઇ છે. RPFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ હતુ. તો કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે ટીમ તૈનાત છે.

Dahod: PM મોદીની કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરાઇ, RAFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ
PM Narendra Modi (File Image)

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હવે વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવવાના છે. તેઓ દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા દાહોદમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. PM મોદીની મુલાકાતને લઇ સુરક્ષા સઘન કરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ 2 જંગી જનસભાને સંબોધન કરશે. 20અને 21 એપ્રિલના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દાહોદથી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કરશે, 20 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે. ત્યારે દાહોદમાં વડાપ્રધાનના આ કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં RAFની એક ટૂકડી તૈનાત કરાઇ છે. RAFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ હતુ. તો કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે ટીમ તૈનાત છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે અન્ય સમાજની જેમ પણ આદિવાસી સમાજના મતને આકર્ષવા પણ આ સંમેલનમાં વડાપ્રધાન હાજર રહેવાનું મનાઇ રહ્યુ છે. માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત અમદાવાદમાં થયું હતુ. જેમાં ચાર રાજ્યોની જીત બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વડાપ્રધાનની સીધી નજર ગુજરાતની ચૂંટણી પર છે, ત્યારે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી કુલ 27 વિધાનસભા આદિવાસી પ્રભુત્વ વાળી છે. ત્યારે PMની આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.

21 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સાંજે એટલે કે 21 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આ મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પીએમ વાત કરશે. એપ્રિલ મહિનામાં 2 દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે રહેશે. જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

આ પણ વાંચો-

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

આ પણ વાંચો-

Kutch: અનેક સંઘર્ષો પાર કરીને આગળ વધે અને દેશ માટે કેટલાય કાર્યો કરે તે જ મહાન માણસ બની શકે

Published On - 12:49 pm, Sun, 3 April 22

Next Article