ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

|

Aug 08, 2022 | 1:25 PM

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ

Follow us on

રાજ્યમાં હવામાન વિભાગે (Meteorological department) આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરાઈ છે. જે મુજબ મેઘરાજાની કૃપા ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારમાં ઉતરી રહી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, વલસાડ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

શ્રાવણ માસના બીજા સોમવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. તો હિંમતનગરના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. વરસાદ બાદ પાલિકા રોડ, શારદાકુંજ વિસ્તાર, મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાયા છે.હિંમતનગરના દલપૂરમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ છે. તો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડીસા માર્કેટયાર્ડમાં હરાજી બંધ

બનાસકાંઠામાં ધોધમાર વરસાદના પગલે ડીસા માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. વેપારીઓની સમય સુચકતાથી ખેડૂતોનું અનાજ નુકસાન થતા બચી ગયું છે. દાંતીવાડામાં અઢી ઇંચ અને લાખણીમાં સવા બે ઇંચ વરસાદ પડયો. જયારે ડીસામાં બે ઇંચ અને પાલનપુરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. જોકે જિલ્લામાં ફરી સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગાહી વચ્ચે બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો છે. અંબાજીમાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ પડયો છે. લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો. દિયોદરના જાલોઢા, નરણા, નવાપુરા સહિતના ગામોમાં જયારે કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉંબરીના ગામમાં વરસાદ પડયો. તો રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બે ઈંચ વરસાદ ખાબકયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા, ભોગાત, હરિપર, લીંબડી સહિતના ગામોમાં વરસાદ પડયો છે. ધોધમાર વરસાદના પગલે મુખ્યા રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. વરસાદી માહોલથી કલ્યાણપુર તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દાહોદમાં સક્રિય થયો ધોધ

આ તરફ દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો. લીમડી, ઝાલોદ, સંજેલી સહીતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સંજેલીમાં ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દાહોદમાં વરસાદના પગલે કેટલાક ધોધ જીવંત થયા છે. રતનમહાલનો નવધા ધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે. ધોધ સક્રિય થતા નવધા ધોધનો રમણીય નજારો જોવા મળ્યો. તહેવારનો માહોલ હોવાથી ધોધનો અદભૂત નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડયા હતા.

મહેસાણામાં સાર્વત્રિક વરસાદ

પાટણમાં સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે. જ્યારે સાબરકાંઠાના હિંમતનગર, વડાલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Next Article