Rahul Gandhi Gujarat Visit Highlight: ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. હવે કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે દાહોદના પ્રવાસે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનો પ્રારંભ થશે. આ પ્રસંગે આદિવાસી સંમેલનને (Tribal Convention) રાહુલ ગાંધી સંબોધશે.
Rahul Gandhi Gujarat Visit Live: ધારાસભ્યોને સંઘર્ષ કરવા રાહુલ ગાંધીએ સૂચના આપી હતી. સિનિયર નેતાઓને પાર્ટીથી ઉપરવટ ના જવા પણ સૂચના આપી હતી. રાહુલ ગાંધીએ પાર્ટી અને પંજાથી કોઈ મોટું નથી તેમ પણ કહ્યું હતું. આ સાથે તમામ ધારાસભ્યોને સક્રિય થઈ જવા રાહુલ ગાંધીએ સૂચના આપી હતી.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ધારાસભ્યોએ ગુજરાત કોંગ્રેસ માટે રણનીતિકાર આપવા માંગ કરી હતી. આ ઉપરંત નરેશ પટેલને લઈને કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તેવી રજૂઆત પણ કરાઈ છે. આ સાથે પ્રિયંકા અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વધારવા પણ માંગ કરાઈ હતી.
Rahul Gandhi Gujarat Visit Live: ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથેની બેઠક પૂર્ણ થઈ છે. ધારાસભ્યોએ ઝોન પ્રમાણે સમસ્યાઓની રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. સામાજિક આગેવાન અને સ્વચ્છ ચહેરાઓને કોંગ્રેસમાં લાવવા માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે. બેઠકમાં કયા મુદ્દા અંગે ચર્ચા થશે તે વિશે અટકળો શરૂ થઇ ગઈ છે. ચૂંટણીમાં ક્યા મુદાઓ લઇ જવા તેમજ ચૂંટણી લક્ષી બેઠક મનાઇ રહી છે.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં તેમના પ્રશ્નોને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા સહિતના સિનિયર નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે.
Rahul Gandhi Gujarat Visit Live: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીની બેઠક, શરૂ થઈ ગઈ છે. કોગ્રેસ દ્વારા ચુટણીનુ બ્યૂગલ ફુંકી દીધુ છે અને કોગ્રેસ ચુંટણી માટે તૈયાર હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય વજુ પણદાએ જણાવ્યું છે. આ સાથે દાહોદ જીલ્લાની છ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો પણ કર્યો હતો.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધ્યા બાદ તેની આભારવિધી કરવામાં આવી હતી. ત્યારે બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા અને દાહોદમાં સર્કીટ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સ્થાનિક નેતાઓ સાથે મીટિંગ કરશે.
Rahul Gandhi Gujarat Visit Live: નવું ગુજરાત બનાવવું પડશે તમને રોજગાર અને શિક્ષા તેમજ સ્વાસ્થ્ય જોઈએ તો તમારે આગળ આવવું પડશે. ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમારું જૂનું મોડેલ પરત લાવવા માંગીએ છીએ અને બધા મળીને સરકાર ચલાવીશું. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને તેમાં આદિવાસીઓના ધારાસભ્ય હશે અને સરકાર એમના માટે કામ કરતી હશે.
Gujarat is the only state where we need to have permission to protest. Jignesh Mevani was jailed for 3 months for the same. I would like to say that even if he’s jailed for 10 yrs, it won’t affect him: Congress leader Rahul Gandhi in Dahod pic.twitter.com/A9uH9iQRML
— ANI (@ANI) May 10, 2022
Rahul Gandhi Gujarat Visit Live: આપણે બિરસા મુંડા અને ગુરુજીના વિચારો સાથે આગળ વધવું પડશે. જીજ્ઞેશ મેવાણીને જુઓ અને આંદોલન કરવા માટે ગુજરાતમાં પરમિશનની જરૂર પડે છે. જીજ્ઞેશને 3 મહિનાન સજા કરાઇ છે. પણ હું જાણું છું કે 10 વર્ષની જેલ આપો. એને ફરક નહીં પડે.
ગુજરાતમાં આદિજાતિ માટે વિધાનસભાની 27 બેઠક અનામત છે. આ પૈકી મોટાભાગની બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે. જેને ધ્યાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સંમેલન યોજ્યુ છે. ત્યારે શુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠકો ઉપરનુ પ્રભુત્વ જાળવી રાખશે ?#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 10, 2022
Rahul Gandhi Gujarat Visit Live: અહીંયા મોટા મોટા પ્રોજેકટ બને મૂર્તિઓ બને અને તમને એનો કોઈ ફાયદો થતો નથી. અમે આવીશું તો પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ રદ્દ કરીશું. આદીવાસીઓનું પાણી બિઝનેસમેનોને વેચવા માટેનો તખતો તૈયાર કરાઈ રહ્યો છે.
Rahul Gandhi Gujarat Visit Live: આંદોલનનું લક્ષ્ય છે કે આદિવાસીઓને શું જોઈએ છે અને કોંગ્રેસ શું ગેરેન્ટી આપશે. અમે ગેરેન્ટી આપીશું એટલે એ કામ શત પ્રતિશત થશે. આ સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના ઉદાહરણો આપ્યાં હતાં.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને એટલા મજબૂત કરવા માંગે છે કે ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય.
Rahul Gandhi Gujarat Visit Live: ગુજરાતમાં આદિવસીઓ સાથે શુ થઈ રહ્યું છે, જળ, જમીન અને જંગલ તમારું છે ગુજરાતની સરકારનું નથી. ગુજરાતનાં બિઝનેસમેનનું નથી, અને જે ફાયદો તમને નથી મળતો એ હકીકત છે. આદિવાસી પણ આ વાતને સમજે છે, હોસ્પિટલમાં જાય પૈસા માંગે અને દવા ન મળે આદિવાસી હેરાન થાય. શિક્ષણ માટે કોલેજમાં એડમિશન ન મળે, રોજગારની વાત તો છોડી જ દેજો.
Rahul Gandhi Gujarat Visit Live: કોરોનાકાળમાં હોસ્પિટલ લોકો ગયા તો મારવા માટે ગયા. ત્યાં નહોતો ઓક્સિજન કે નગોતા પલંગ. હોસ્પિટલની બહાર ગુજરાતના હજારો લોકોએ છેલ્લો શ્વાસ લીધો. પીએમ કહે છે કે થાળી વગાડો, મોબાઈલની લાઈટ ચાલુ કરો. ગંગા મા લાશોથી ભરાઈ ગઈ હતી, એમ નથી કહેતા કે 50 લાખ લોકો મર્યા, પણ એમ કહે છે કે થાળી વગાડો અને લાઈટ જલાઓ.
Rahul Gandhi Gujarat Visit Live: અમે એ માટે મોટા પગલાં લીધા, પેસા કાનૂન લાવ્યા,મનરેગા આપ્યું 100 દિવસ કામની ગેરેન્ટી આપી. આખા દેશે એને ચલાવ્યું અને કરોડો લોકોને એનો લાભ મળ્યો. ભાજપ માનરેગનો મજાક બનાવ્યો.
Rahul Gandhi Gujarat Visit Live: યુપીએ સરકાર હતી ત્યારે અમે પ્રયાસ કર્યો કે હીદુસ્તાનનું ધન, જળ, જંગલ અને જમીન જેનો લાભ દેશના બધા નાગરિકોને મળે, પણ અત્યારની સરકાર બધુ ઉદ્યોગપતિઓને આપી રહી છે. હકિકત તો એ છે કે જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિઓની નથી, આદિવાસીઓનાં હિન્દુસ્તાનવાસીઓનાં છે.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની આ સભાને સત્યાગ્રહની શરૂઆત ગણાવી હતી તેમણે કહ્યું હતું કે આ પબ્લિક મિટિંગ નથી એક આંદોલન, એક સત્યાગ્રહની શરૂઆત છે.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આ સરકારમાં તમામ ક્ષેત્રમાં પ્રાવેટાઈજેશન કરીને મુઠ્ઠીભર લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. પણ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આપણે આ સ્થિતિ બદલી નાખશું. આપણ ફરીથી રાજ્યમાં સહકારનું ક્ષેત્ર વિકસાવીશું,
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ કહ્યું કે આજે બે ત્રણ લોકોનું ચાલે છે અને ગુજરાત સરકાર ચુપ બેઠી છે. આપણે આ સ્થિતિ બદલવાની છે. યુવાનોએ આગળ આવવું પડશે, લડવું પડશે. મને ભરોશો છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને આ આંદોલન બાદ એ સરકારમાં આદીવાસીઓનો અવાજ હશે અને આદીવાસી એમએલએ હશે અને ગુજરાતની જનતાની જંગલ અને જમીનની રક્ષા કરાશે.
Rahul Gandhi Gujarat Visit Live: રાજસ્થાનમાં હેલ્થ મોડેલ બનાવ્યું છે જેમાં તમામ ગરીબ લોકોને મફતમાં મેડિકલ સેવા આપવામાં આવે છે. આવી જ રીતે છત્તીસગઢમાં અંગ્રેજી શાળાઓનું જાળ બીછાવી દેવામાં આવ્યું છે. જેથી તમામ ગરીબ અને ગામડાના બાળકો પણ અંગ્રેજીમાં શિક્ષણ મેળની શકે છે અને અહીં તો બધુ પ્રાઇવેટ કરવામાં આવ્યું છે.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની સ્પીટમાં રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે કરેલા સારા કામો ગણાવ્યા હતા અને તે પ્રમાણે ગુજરાતમાં પણ પોતાના વચન પુરા કરવાની ગેરેન્ટી આપી હતી.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર બધુ પ્રાઇવેટ કરી રહી છે. સ્કૂલો પ્રાવેટ કરી નાખી, થોડાક લોકોના હાથમાં શિક્ષણ આપી દીધું છે. આવી જ રીતે હવે હોસ્પિટલો પણ પ્રાઈવેટ કરાઈ રહી છે. ગરીબ લોકોને મળતી તમામ સુવિધા આ રીતે બંધ કરાઈ રહી છે.
‘In the first I’ve seen that persmission is required to stage protest in BJP government’, Congress leader @RahulGandhi reacts over Jignesh Mevani’s arrest #Panchmahal #Gujarat #TV9News pic.twitter.com/lfxnAXsz1T
— Tv9 Gujarati (@tv9gujarati) May 10, 2022
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ નોટબંધી વિશે કહ્યું કે નોટબંધને કારણે માત્ર પૈસાદારોને ફાયદો થયો, સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. વિમાનમાં ફરતા લોકોના ફાયદો કરવા માટે નોટબંધી લાગુ કરાવી હતી. તેનાથી લોકોની કમાણીના બધા પૈસા બેન્કમાં ભરાવી દીધા અને તેનો ફાયદો ઘનવાનોને થયો.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની સ્પીચની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરી હતી અને અત્યારની ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે અત્યારની સરકારમાં ધનવાનોનું અને ગરીબોનું એમ બે ભારત બની ગયાં છે. પૈસાદાર વધુ પૈસાદાર થઈ રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. અત્યારે બે ભારત બની ગયા છે. આપણે બે ભારત ઇચ્છતા નથી.
Rahul Gandhi Gujarat Visit Live: આ સમારંભમાં આદિવાસી પત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના હસ્તે તેનું અનાવરણ કરાયું હતું. અને આ પત્ર રાહુલ ગાંધી દ્વરા વાંચવામાં આવ્યું હતું.
Rahul Gandhi Gujarat Visit Live: આદિવાસી વિસ્તારમાં પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતના મુદ્દાઓ અસર કરી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં આદિવાસીઓના ભલા માટે કાયદાઓ બનાવ્યા પણ ભાજપ સરકાર એને લઈને ગંભીર નથી. રાહુલ ગાંધીને ભરોસો અપાવું છું કે 6 મહિના સુધી 10 લાખ આદિવાસીઓમાં જઈને અધિકાર પત્ર ભરવામાં આવશે. અમારો 1 વોલન્ટિયર 2 વખત સંવિધાન ચૌપાલ કરશે. રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી આદિવાસીઓને મહત્વ વધુ આપતા હતાં. અમારું વચન છે કે ગુજરાતમાં 2022માં 125+ સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું. વિપક્ષને આંદોલન કરવાની પરમિશન ન મળે તેવી સ્થિતિ છે. જીગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું અને એમને સજા થઈ. અમે વિપક્ષ છીએ, અમારી જવાબદારી છે કે લોકોના પ્રશ્નોને લઈને લડીએ.
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી દાહોદ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. વડોદરાથી તેઓ બાય રોડ દાહોદ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે.
LIVE: Shri @RahulGandhi addresses the #AdivasiSatyagraha Rally in Dahod, Gujarat. https://t.co/ukctjkOcPO
— Daman and Diu Congress Sevadal (@SevadalDD) May 10, 2022
Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી તેઓ દાહોદ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.
Published On - 12:08 pm, Tue, 10 May 22