GUJARAT : રાજ્યમાં સતત બીજા દિવસે મેઘ મહેર, ક્યાંક ભારે તો ક્યાં ધીમીધારે

|

Jul 26, 2021 | 9:50 PM

રાજયમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ક્યાં વરસાદી પાણીએ નાગરીકોની મુશ્કેલી વધારી. તો ક્યાંક પાણી ભરાતા રાહદારીઓ હેરાન થયા.

GUJARAT : રાજયમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ક્યાં વરસાદી પાણીએ નાગરીકોની મુશ્કેલી વધારી. તો ક્યાંક પાણી ભરાતા રાહદારીઓ હેરાન થયા. મહેસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. તો જામનગરના ગ્રામ્ય પંથકોમાં બેટમાં ફેરવાયા. આ તરફ રાજકોટમાં ભારે વરસાદને પગલે હોસ્પિટલમાં પાણી ભરાયા. તો ભારે વરસાદને પગલે કાલાવડ હાઇવે બેટમાં ફેરવાયો. આ તરફ બેચરાજીના ડેડાણા રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો.

તો હિંમતનગર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે-8 પર વરસાદી પાણી ભરાયા. તો દાહોદમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આ તરફ ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો અને ઠેરઠેર પાણી ભરાતા નગરજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સાબરકાંઠાના મોતીપરામાં પાણીમાં કાર ફસાઇ. જેમાં સવાર 4 લોકોને બચાવાયા.

 

Next Video