Dahod: ઝાલોદ ખાનગી ટ્યુશન સંચાલકે સગીરા ઉપર આચર્યુ દુષ્કર્મ, જાણો શું આપતો હતો ધમકી?

|

May 26, 2022 | 5:51 PM

સગીર વિધાર્થિની વોશ રુમ માટે ગયેલ ત્યારે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો અને ત્યાર બાદ આ વિડીયો વાયરલ કરવાની ધાક ધમકીઓ આપી 17 વર્ષની વિધાથીનીને પોતાના કલાસ રુમના છેલ્લા રુમમાં લઇ જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતો હતો.

Dahod: ઝાલોદ ખાનગી ટ્યુશન સંચાલકે સગીરા ઉપર આચર્યુ દુષ્કર્મ, જાણો શું આપતો હતો ધમકી?
Symbolic image

Follow us on

દાહોદ (Dahod) જિલ્લામાં ઝાલોદ (Zalod) ખાતે આવેલ હેતા ટ્યુશન કલાસીસના સંચાલક દ્વારા પોતાને ત્યાં ભણવા આવતી વિદ્યાર્થિની ઉપર બળજબરી પૂર્વક ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે વિદ્યાના આ મંદિરમાં આવી શર્મનાક ઘટનાના પગલે ટ્યુશન ક્લાસીસોમાં જતી યુવતીઓના વાલીઓમાં પણ ચિંતા વધવા પામી હતી. બનાવની વાત કરીએ તો ઝાલોદ સુંદરમ હોસ્પિટલની પાછળના શોપીંગ સેન્ટરમાં ચાલતા હેતા ટ્યુશન કલાસીસના સંચાલક નેનેશ ભુરજી ડામોર રહે- બીયામાળી એ પોતાને ત્યાં આવતી એક સગીરા વિધાર્થિની વોશ રુમ માટે ગયેલ ત્યારે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો અને ત્યાર બાદ આ વિડીયો વાયરલ કરવાની ધાક ધમકીઓ આપી 17 વર્ષની વિધાથીનીને પોતાના કલાસ રુમના છેલ્લા રુમમાં લઇ જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતો હતો. આ હવસખોર સંચાલક વિધાર્થિનીને વારંવાર હેરાન પરેશાન કરી જો આ અંગે કોઈને પણ વાત કરશે તો તારો વિડીયો સોશિયલ મીડીયામાં નાખી દઇશ તેવી ધમકી આપી શારીરિક શોષણ કરતો હતો.

સમગ્ર ઘટનાનો પર્દાફાસ કેવી રીતે થયો તે જોઇએ તો આરોપી નેનેશ દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારતા વિધાર્થિની પ્રેગનેટ થતા નેનેશ પોતાનુ પાપ છુપાવા વિધાર્થિનીને લઇને અલગ અલગ હોસ્પિટલમાં પ્રેગનેસી પડાવવા માટે ફરતો હતો. જ્યારે આરોપી નેનેશ આ સગીરાને લઇ લીમડીની ખાનગી હોસ્પિટલ વરદાન હોસ્પિટલ ખાતે લઇને જતાં ત્યાંના ડોક્ટર દ્વારા પોલીસનો સંપર્ક કરેાયો હતો. પોલીસે સતર્કતા રાખી વિધાર્થિનીના પરિવારના સભ્યોને સાથે રાખી બનાવની વિગત જાણી હતી અને પોલીસ દ્વારા ઝાલોદ પોલીસ મથકે સંચાલક નેનેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ આપતા ઝાલોદ પોલીસે દુષ્કર્મની કલમ 376(2)(F) 376{2}(H) 376{2}(N) પોસકો એકટ મુજબની કલમ સાથે ગુન્હો નોધી ગણતરીના કલાકોમાં ઝાલોદ પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ તો પોલીસ આરોપીની પુછપરછ હાથ ધરી છે અને ઝાલોદ એએસપી વિજયસિહ ગુર્જર દ્વારા આ ટ્યુશન કલાસીસમાં જતા અન્ય વિધાથીઓની પણ પુછપરછ હાથ ધરી છે કે નેનેશ દ્વારા અન્ય કોઈ વિધાર્થિનીને પોતાની હવસનો શિકાર તો નથી બનાવાને. આ બધી તપાસ માટે આરોપીને ક્રટમાં રજૂ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Published On - 5:48 pm, Thu, 26 May 22

Next Article