DAHOD: સ્થાનિકો માટે માથાનો દુ:ખાવો બન્યો દાહોદનો વિકાસ, ક્યારે ભરાશે ખાડા?

|

Jun 06, 2021 | 7:10 PM

દાહોદ શહેરને જ્યારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યું છે, ત્યારથી ઠેર ઠેર વિકાસના કામો (પ્રિ-મોનસૂન કામગીરી) ચાલી રહ્યા છે. પરંતુ આના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

DAHOD: દાહોદ શહેરને જ્યારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યું છે, ત્યારથી ઠેર ઠેર વિકાસના કામો (પ્રિ-મોનસૂન કામગીરી) ચાલી રહ્યા છે. પરંતુ આના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ ચોમાસાના ગણતરીના દિવસો ગણાય રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટીના કામોના પગલે ઠેર ઠેર ખાડા ખોદી રાખ્યા.

 

 

આ અંગે જ્યારે TV9એ સ્થાનિકોને પડતી હાલાકી વિશે પુછવામાં આવ્યું ત્યારે સ્થાનિકોએ જણાવ્યુ હતું કે વિકાસના કામોને લઈને ઘણી અવ્યવસ્થા ઊભી થઈ રહી છે. શહેરનો મુખ્ય માર્ગ કે જ્યાંથી દિવસ રાત વાહનોની અવર-જવર રહેતી હોય છે અને માનવ વસ્તીથી ભરચક વિસ્તાર છે, ત્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી રસ્તાઓ ખોદી નાખ્યા છે. જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

રાહદારીઓનું ખાડામાં પડી જવું તેમજ વાહનોના નાના મોટા અકસ્માતો સર્જાયા કરે છે અને ધૂળની ડમરીઓ પણ ઊડ્યાં કરે છે. અહીં એક એજેન્સી ખાડાઓ ભરવાનું કામ કરે છે, ત્યારે બીજી કોઈ એજેન્સી આવીને ફરી પાછા ખાડા ખોદી જતું રહે છે. આમ વિકાસના કાર્યો પૂરા થવાનું નામ જ નથી લેતા જેનો ભોગ નાગરિકોને બનવું પડે છે. આ રસ્તાઓ પરના ખાડાઓ ક્યારે ભરશે તેમજ સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Coronavirus થી અનાથ થયેલા બાળકોની મદદ કરવા માટે Sonu Sood એ લોકોને કરી અપીલ

Next Video