Dahod: ચોમાસુ માથે છે અને દાહોદ પાલિકા હજુ પ્રિમોન્સુન કામગીરીનાં વિચારમાં, શહેરના 8 ફીડર બંધ કરાતા જનતા ત્રાહિમામ

|

Jun 08, 2022 | 1:28 PM

દાહોદ નગરપાલિકા (Dahod Municipality) અને MGVCLની ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. MGVCLની ટીમ દ્વારા ચોમાસામાં વરસાદને (Rain) કારણે જોખમી બની શકે તેવા વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનો ભાગ દૂર કર્યો હતો.

Dahod: ચોમાસુ માથે છે અને દાહોદ પાલિકા હજુ પ્રિમોન્સુન કામગીરીનાં વિચારમાં, શહેરના 8 ફીડર બંધ કરાતા જનતા ત્રાહિમામ
દાહોદના શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી

Follow us on

ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાં (Gujarat)  બેસવાની હવે તૈયારીમાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ગઇકાલે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જો કે હવામાન વિભાગે હજુ ચોમાસાના આગમનને હજુ વાર હોવાનું જણાવ્યુ છે. જો કે ચોમાસુ બેસવાની તૈયારી હોવા છતા હજુ પણ દાહોદ (Dahod) નગરપાલિકા  પ્રિ-મોન્સૂન કામગીરી (Pre-monsoon works) હવે કરી રહી છે. જેની અસર જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. દાહોદ શહેરના કેટલાક વિસ્તારમાં લોકોએ અંધારપટમાં રહેવુ પડી રહ્યુ છે.

દાહોદ નગરપાલિકા અને MGVCLની ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. MGVCLની ટીમ દ્વારા ચોમાસામાં વરસાદને કારણે જોખમી બની શકે તેવા વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનો ભાગ દૂર કર્યો હતો. તેમજ અન્ય લટકતા વાયરોને પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જો કે આ કામગીરીને લઈ દાહોદ શહેરના 8 ફીડરો બંધ કરવામાં આવ્યા હતા. જેથી દાહોદના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

દાહોદ શહેરમાં ફિડરો બંધ કરાતાં સવારથી અનેક વિસ્તારોમાં વૂજ પુરવઠો બંધ થઇ ગયો. જેના કારણે લોકોએ ગરમીમાં શેકાવુ પડી રહ્યુ છે. જેન કારણે લોકો નગરપાલિકા તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

દાહોદ શહેરના આ 8 ફીડરો (વિસ્તારમાં વીજળી ડુલ) બંધ

  1. 11 kv સ્ટેશન રોડ ફીડર (દેસાઈવાડા, સ્ટેશન રોડ )
  2.  11 kv ગોવિંદ નગર ફીડર (ગોવિંદનગર )
  3. 11 kv કલ્યાણ ફીડર(બુરહાની સોસાયટી, નવજીવન મિલ રોડ )
  4.  11 kv ગોધરા રોડ ફીડર(ગોધરા રોડ, ખાન ઉકરડા )
  5. 11 kv રેસ્ટ હાઉસ ફીડર(નગરપાલિકા, દોલતગંજ બજાર )
  6. 11 kv દર્પણ રોડ ફીડર (દર્પણ રોડ, ઠક્કર ફળીયા )
  7. 11 kv હનુમાન બજાર ફીડર (ઇસ્લામ પુરા, પડાવ )
  8. 11 kv સહકાર નગર ફીડર (સહકારનગર, લક્ષ્મી નગર ) આ તમામ વિસ્તારમાં વીજ પુરવઠો સવારથી બંધ કરાયો
Next Article