Dahod: શ્રેષ્ઠ કામગીરી બદલ આરોગ્ય કર્મીઓને કરવામાં આવ્યા સન્માનિત

|

Mar 26, 2023 | 9:06 PM

સગર્ભા બહેન, નાના બાળકો મોટી ઉંમરના વ્યક્તિઓમાં કુપોષણ ના અભાવ ના કારણે પણ ટીબી થઈ જાય છે, દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 417 નિક્ષય મિત્ર દવારા કુલ 1456 દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી છે.

Dahod: શ્રેષ્ઠ કામગીરી બદલ આરોગ્ય કર્મીઓને કરવામાં આવ્યા સન્માનિત

Follow us on

દાહોદમાં આરોગ્યકર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. હેલ્થ સ્ટાફનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને કરવામાં આવ્યા સન્માનિત

જીલ્લામાં વર્ષ 2022ની અંદર શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મેડિકલ ઑફિસર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર, લેબોરેટરી ટેકનીશ્યન, ફાર્માશિષ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ટ્રીટમેન્ટ સપોર્ટર, ટીબીમાંથી સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સીનીયર લેબોરેટરી સુપરવાઈઝર , ટીબી હેલ્થ વિઝીટર, જેવી કેડરને ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આરોગ્ય કર્માચારીઓને સન્માનિત કરાવની તેમજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી સંયુક્તપણે કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ઉર્મિલાદીદી, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડૉ નરેન્દ્ર હાડા, એપેડેમિક મેડિકલ ઑફિસર ડૉ નયન જોષી, જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી.પહાડીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ એ. આર. ચૌહાણ અને ડૉ વનરાજ હાડા સહિતના મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સગર્ભા બહેન, નાના બાળકો મોટી ઉંમરના વ્યક્તિઓમાં કુપોષણ ના અભાવ ના કારણે પણ ટીબી થઈ જાય છે, કર્મચારીઓ દ્વારા જાગૃતિ અંગેની ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવે છે. પ્રાઇવેટ ડૉકટરોનો પણ ખૂબ જ સારો સાથ સહકાર મળી રહે છે અને પ્રધામંત્રીના ટીબી મુકત ભારત ને સફળ બનાવવાં નિક્ષય મિત્ર બનીને દર્દીઓને મદદ કરવા પણ જણાવ્યું હતું.

દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 417 નિક્ષય મિત્ર દવારા કુલ 1456 દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી છે.

નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાહોદ જીલ્લા માંવર્ષ 2022/2023 કુલ 8273દર્દીઓ ને 1,89,29,500,

વર્ષ 2021/2022 માં 6426દર્દીઓ ને 1,56,68,000,

વર્ષ 2020/2021માં 6352દર્દીઓ ને 1,82,52,000 રૂપિયા  સહાયના  ચૂકવવામાં આવ્યા હતા.

આદિવાસી દર્દીઓને  ચાલુ વર્ષમાં 50,25,750,રૂપિયા સહાય આપવામાં આવી છે.

2022/2023માં કુલ 6701દર્દીઓ ને 50,25,750,

વર્ષ 2021/2022માં 4733 દર્દીઓને 35,49,750,

વર્ષ 2020/2021માં 6021દર્દીઓ ને 45,15,750 રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે.

 વિથ ઇનપુટ: પ્રિતેશ પંચાલ, ટીવી9,દાહોદ

Next Article