Dahod : ખાતરના ભાવમાં વેપારીઓની ગોલમાલ, ફતેપુરામાં ખેડૂતોની કલેક્ટરને લેખિત રજુઆત

|

Jul 12, 2021 | 8:17 PM

ફતેપુરા તાલુકામાં ખાતરનો ભાવ વધુ વસૂલાતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. નિયત ભાવ કરતા વધુ ભાવ વસૂલાતા હોવાને પગલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

Dahod : જિલ્લાના ફતેપુરા તાલુકામાં ખાતરનો ભાવ વધુ વસૂલાતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. નિયત ભાવ કરતા વધુ ભાવ વસૂલાતા હોવાને પગલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ તેમની પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે.

રાસાયણિક ખાતરના ભાવ 266 રૂપિયા નક્કી હોવા છતાં તેમની પાસેથી 350થી 550 રૂપિયા વસૂલવામાં આવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દુકાનદારો મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે. આવા વેપારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

તો બીજી તરફ તંત્રએ પણ ખાતરી આપી છે કે વેપારીઓ વધુ ભાવ વસૂલાયો હોય તેવા બિલ સાથે ફરિયાદ કરશે તો આવા વેપારીઓ સામે યોગ્ય પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

Next Video