Dahod : શહેરમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, મંદિરો પાસે આવેલી નદીમાં ગંદકીના થર, લોકોમાં રોષ

|

Jun 07, 2022 | 3:25 PM

દાહોદના (Dahod) લીમડીમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. માછણ નદીમાં ગંદકીના ઢગ દેખાતા સફાઈના તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે.

Dahod : શહેરમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, મંદિરો પાસે આવેલી નદીમાં ગંદકીના થર, લોકોમાં રોષ
લીમડીમાં માછણ નદીમાં ગંદકીના થર

Follow us on

એક તરફ ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) બેસવાની તૈયારીમાં છે. બીજી તરફ દાહોદ (Dahod) જિલ્લામાં હજુ પણ ઘણા સ્થળે પ્રિમોન્સૂન કામગીરી થઇ નથી. દાહોદના લીમડીમાં માછણ નદીમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે. ચોમાસા પહેલા જ આવી હાલત છે. તો ચોમાસાના વરસાદ પછી અહીં શું સ્થિતિ હશે તેની કલ્પના કરી શકાય છે. ત્યારે નદીમાં ગંદકીના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દાહોદના લીમડીમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. માછણ નદીમાં ગંદકીના ઢગ દેખાતા સફાઈના તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે. કચરાના ઢગથી નદી ગંદકીથી ખદબદી રહી છે. ગંદકીની સાથે નદીમાં ગટરના પાણી મિક્સ થતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. એટલી હદે નદી ગંદી હોવાથી ગામમાં રોગચાળો ફેલાય તેવી શકયતા છે.

માછણ નદી મંદિરોની આસપાસ આવેલી છે. આ નદીને આસ્થાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ગણેશ વિસર્જન હોય કે અન્ય કોઇ ધાર્મિક તહેવાર હોય, આ નદીના પાણીને ઉપયોગમાં લેવામાં આવતુ હોય છે. ત્યારે ગ્રામજનોએ નદી કિનારે પૌરાણીક ધાર્મિક મંદિરો હોવાથી ગટરનું પાણી બંધ કરવા તંત્રને માગ કરી હતી. નદીમાં ગંદકી દૂર કરવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એક તરફ નદીને સ્વચ્છ રાખવા માટે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે છતાં નદી સ્વચ્છ થતી નથી. ત્યારે રોષે ભરાયેલા લોકોએ ટુંક સમયમાં નદી સ્વચ્છ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Next Article