Dahod જિલ્લામાં પવન સાથે વરસાદની શરૂઆત, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

|

Sep 07, 2021 | 7:28 PM

દાહોદના દેવગઠ બારીયામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે દેવગઠબારીયાના રાજમહેલ રોડ ઉપર પવન સાથ વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી થયા છે.

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય ભરમાં વરસાદ(Rain)ની શરૂઆત થઈ છે. જેમાં છેલ્લા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા દાહોદ(Dahod) જિલ્લામાં પણ મેઘમહેરની શરૂઆત થઈ છે. જેમાં બપોરે બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી.

દાહોદના દેવગઠ બારીયામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે દેવગઠ બારીયાના રાજમહેલ રોડ ઉપર પવન સાથ વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી થયા છે. તેમજ રોડ પર પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ છે. તેમજ પવન સાથે પડી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના લીધે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા છે. તેમજ તેના લીધે લોકો પરેશાનીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે . જો દાહોદ જિલ્લામાં વરસાદ ન પડત તો પીવાના પાણી, ધાસચારા સહિત પીયતપાણી ની અછત ઉભી થવાની દહેશત હતી. તેમજ જીલ્લામા હાલ મુખ્યત્વે મકાઇ, ડાંગર, તુવેર. અડદ સહીત મગફળીના પાકોની કુલ 210570 હેકટરમાં વાવણી થયેલ છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : RAJKOT : કરોડોનું કૌંભાડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીની 12 મિલકતો સરકાર ટાંચમાં લેશે

આ પણ વાંચો : GANDHINAGAR : માછીમારો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

Next Video