Cyclone Tauktae Updates : વાવાઝોડાને પગલે સુરત એરપોર્ટ કરવામાં આવ્યું બંધ

|

May 18, 2021 | 9:22 AM

દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે.

Cyclone Tauktae Updates : દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે. અત્યાર સુધીમાં 234 કરતા વધારે વીજ થાંભલા પડયા, કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે. મહત્વનું છે કે, વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશથી લઇને લેન્ડફોલની પ્રક્રિયા સુધી કોઇ પણ જિલ્લામાં અસાધારણ કે ગંભીર ફોન ન આવ્યા હોવાનો પણ સરકારે દાવો કર્યો છે.

વાવાઝોડાને પગલે સુરત એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વાવાઝોડાને પગલે બપોરે વાગ્યા સુધી એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારની તમામ ફલાઇટ રદ કરવામાં આવી છે.

વાવાઝોડાની આગાહીને પગલે સુરત એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. વાતાવરણ ખરાબ હોવાને લઇને સોમવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી. સવારે દિલ્લીથી ચેન્નાઇ જતી ફ્લાઈટ ડાઇવર્ટ કરી સુરત એરપોર્ટ લેન્ડ કરવામાં આવી હતી.

સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, ઉનામાં દરિયો તોફાની બન્યો છે. ઉના નજીક નવાબંદરના તોફાની દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે તો દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથનાં ઉનામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, તાઉ તે વાવાઝોડાના પગલે ઉનામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.
Next Video