Cyclone Tauktae in Gujarat: અમરેલીના વડિયામાં જોરદાર પવન સાથે વરસાદ, લોકોને સુરગવાળા હાઈસ્કૂલમાં ખસેડાયા

|

May 18, 2021 | 12:19 AM

અમરેલીના વડિયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરક્ષાના પગલાને લઈને ગ્રામજનોને સુરગવાળા હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.

Cyclone Tauktae in Gujarat: અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. તાઉ તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકી ચુક્યું છે તે વચ્ચે CM રૂપાણી કન્ટ્રોલ રૂમ પર પહોચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અતિ ગંભીર ચક્રવાત ‘તાઉ તે’ ગુજરાતના દરિયાકાંઠે દીવ અને ઉના વચ્ચે ત્રાટકી ચૂક્યું છે.

 

 

વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે અને રાજ્યમાં તેની અસર ચાર કલાક સુધી રહેશે. તેવામાં અમરેલીના વડિયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરક્ષાના પગલાને લઈને ગ્રામજનોને સુરગવાળા હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.

 

 

વાવાઝોડું જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે ગીર સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર પંથકમાં 80થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢને વધારે અસર થઈ રહી છે.

 

અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તો ગીર સોમનાથના તાલાલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. કાંઠા વિસ્તારની સાથે મોરબી, વિરમગામ, ડભોઈમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો છે.

 

આ પણ વાંચો : Cyclone Tauktae effect: વાવાઝોડાએ સર્જી તારાજી, જુઓ તસવીરો દ્વારા મુંબઈનો હાલ

 

Next Video