Cyclone Tauktae: તુફાની ‘તાઉ તે’ એ લીધો બાઈક ચાલકનો ભોગ, ઝાડ પડતા બાઈક ચાલકે સ્ટેયરિંગ પર ગુમાવ્યો હતો કાબૂ

|

May 18, 2021 | 12:47 AM

પાટણમાં એક મહિલાનું વીજ પોલ પડવાથી મૃત્યુ થયું હતું, ત્યાં બીજા એક સમાચાર બાઈક ચાલકના મૃત્યુના આવી રહ્યા છે. તાપીના બામણામાળ ગામે વૃક્ષ ધરાશાયી થયા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

Cyclone Tauktae in Gujarat: તુફાની ચક્રવાત ‘તાઉ તે’ ભારે પવન અને વરસાદથી ગુજરાતને ધમરોળી રહ્યું છે. ગુજરાતના ઘણા વિસ્તારો પણ સંપર્ક વિહોણા થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે નાના મોટા અકસ્માતના અહેવાલો પણ ધીમે ધીમે જોર પકડી રહ્યા છે.

 

પાટણમાં એક મહિલાનું વીજ પોલ પડવાથી મૃત્યુ થયું હતું, ત્યાં બીજા એક સમાચાર બાઈક ચાલકના મૃત્યુના આવી રહ્યા છે. તાપીના બામણામાળ ગામે વૃક્ષ ધરાશાયી થયા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

 

 

આપને જણાવી દઈએ કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 66થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. નવસારીના 16 ગામોમાં સાવચેતીના પગલે વીજ પૂરવઠો બંધ કરાયો છે તો 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે.

 

દીવ-વેરાવળમાં પણ અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયા છે. જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે તો અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા, કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે.

 

આ પણ વાંચો : Cyclone Tauktae in Gujarat: અગાશી પર લગાવેલો મોબાઈલ ટાવર થયો ધરાશાયી, જાણો ક્યાં ઘટી ઘટના?

 

Next Video