Cyclone Tauktae : અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ભારે વરસાદની શક્યતા

|

May 18, 2021 | 2:58 PM

Cyclone Tauktae : અમદાવાદનાં લોકો માટે તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર છે કે નળસરોવર ખાતે તે ગણતરીનાં સમયમાં પહોચી રહ્યું છે.

Cyclone Tauktae : અમદાવાદનાં લોકો માટે તાઉ તે વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર છે કે નળસરોવર ખાતે તે ગણતરીનાં સમયમાં પહોચી રહ્યું છે. મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં  50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે.

તો અમદાવાદ તરફ  વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.  આ વાવાઝોડાની અસર આગામી 24 કલાક સુધી રહેશે. અમદાવાદમાં 45થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ 7 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે.

તાઉતે વાવાઝોડાને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર ઓફીસે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાં સતત થઈ રહ્યું છે જિલ્લાનું મોનીટરીંગ. સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામની પરિસ્થિતિ પર રાખવામાં આવી રહી છે વોચ. આ માટે 07927560511 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો વાવાઝોડાને પગલે AMC દ્વારા ટેમ્પરરી કંન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમા કુલ 16 કંન્ટ્રોલ રુમ તૈયાર કરાયા છે.

ફાયર વિભાગનો એક કંન્ટ્રોલ રુમ અને એક મુખ્ય કંન્ટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે. 8 બોટ 5 રેસ્ક્યુ વ્હિકલ અને 1 એર બોટ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય ઉપર છે. NDRF ની 2 ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. ગુજરાતમાં આવી રહેલા Cyclone Tauktae ના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના ગામના 962 લોકોને જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડયા છે.

Published On - 2:58 pm, Tue, 18 May 21

Next Video